એટીએમ માંથી નાણાં ખનખેરતાં લુખ્ખા તત્વોના ઘણા બનાવ છાશવારે સામે આવતા રહે છે. જો તમને પણ એટીએમ માંથી પૈસા ઉપાડતા નથી આવડતું…?? તો તમે પણ આ નાણાંકીય ઠગનો ભોગ બની શકો છો. દરઅસલ ગીર સોમનાથના વેરાવળ સીટી પોલીસ એક આરોપી ઝડપાયો છે. જેમને એટીએમ ન આવડતું હોય તેવાં લોકોને ટાર્ગેટ બનાવી વિશ્વાસધાતથી નાણાં ઉઠાવતાં ગઠીયાની ધરપકડ થઈ છે.
વેરાવળ શહેર પોલીસે રૂપિયા બે લાખ બાવન હજાર ત્રણ સો સુડતાલીશના મુદ્દામાલ સાથે ઝડપયો છે. જુનાગઢ રેન્જ ડી આઈ જી પી મનીનદર પવાર અને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક રાહુલ ત્રિપાઠી તથા વિભાગ મદદનીશ પોલીસ ઓમ પ્રકાશ ઝાટ અને સીટી પોલીસ ઈન્સ્પેક્ટર ડીડી પરમાર દ્વારા મળેલ માહીતી મુજબ વેરાવળમાં સોની બજારમાં ભાડાંના મકાનમાં રહેતાં આરોપી અસફાક અબ્દુલ ગફાર પંજા દ્વારા વેરાવળ માળીયા હાટીના સહીત મુંબઈ મહારાષ્ટ્રમાં પણ અલગ અલગ શહેરોમાં એટીએમ ન આવડતું હોય તેવાં લોકોને ટાર્ગેટ બનાવી નાણાં ઉઠાવતો હતો. છેતરપીંડી કરતા આ આરોપીને સોનાના દાગીના, 4 મોબાઈલ ફોન સહીત રોકડ રકમના મુદ્દામાલ સાથે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર નંબર ૧૧૧૮૬૦૦૯૨૧૦૪૧૮ /૨૦૨૧ ઈ પી કો કલમ ૪૦૬ . ૪૨૦ મુજબનો ગુન્હો નોંધી ઝડપ્યો છે
અને પોલીસ દ્વારા આ બનાવની તપાસ ચાલુ હોવાનું વિભાગે પોલીસ અધીક્ષક ઓમ પ્રકાશ ઝાટ અને સીટી પોલીસ ઈન્સ્પેક્ટર ડીડી પરમાર દ્વારા જણાવાયુ છે.