મુંબઇ ખાતે વિરાટ હિન્દુસ્તાન સંગમ દ્વારા ગરીમા પૂર્ણ ભારતીય ગાય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો: દેશ-વિદેશના ૮૦૦ એકટીવીસ્ટોએ આપી હાજરી
સુબ્રમણ્યમસ્વામી પ્રેરીત વિરાટ હિન્દુસ્તાન સંગમ દ્વારા મુંબઇ ખાતે ગરીમાપૂર્ણ ભારતીય ગાય વિષયક રાષ્ટ્રીય સેમીનાર યોજાયો હતો. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ, ઉર્જા વર્લ્ડ ગૌ રક્ષણ મંત્રાલય ના સહકારથી યોજાયેલા આ સેમીનારમાં ગાય અને અર્થકારણ ગાય અને સ્વાસ્થ્ય ગાય અને ધાર્મિકતા ગાય-પર્યાવરણ અને તેખી સહીતના વિષયો પર પેનલ ડીસ્કસન, ઓડીયો-વિડીયો પ્રેઝન્ટેશન અને ઓડીયન્સ સાથે ઇન્ટરેકશન કરાયું હતું.
સેમીનારમાં ગૃહમંત્રી હંસરાજ આહીર, ઋષિકેશ મફતલાલ, વિવેક ઓબેરોય, ડો. સુબ્રમણ્યમસ્વામી, નેપાળના રાજદુત સહીતના વકતાઓએ માર્ગદર્શન આપ્યું હતું. આ સેમીનારમા: આ ક્ષેત્રના પ્રગતિશીલ ખેડુતો, સંવર્ધકો, ગૌપલકો, વૈજ્ઞાનિકોનું અભિવાદન કરાયું હતું. સેમીનારમાં ખાસ અમેરીકાથી ઉપસ્થિત ડો. અનુજ શ્રીવાસ્તવ મુંબઇના ડેપ્યુટી પોલીસ કમિશ્નર શ્રીનિવાસ ઘાડગે, ઇસ્લામ અને શાકાહાર પુસ્તકના લેખક મુઝફફર હુસેન વિશે ઉ૫સ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
સેમીનારમાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના ડાયરેકટર ગોપાલ સુતરીયાએ ભારતીય ગાય, અત્યારની જીવનશૈલીને લઇને જે રોગો થઇ રહ્યાં છે તેમાં કઇ રીતે ઉયપોગી થઇશકે તે વિષયની ચર્ચા કરી હતી.
ઉર્જા એનર્જી સ્પીરીચ્યુઅલના ગુરુ અરીહંતતઋષિજી, ઇકો આશ્રમના સ્થાપક પશુશેષાદી રાઘવન યોગ નિષ્ણાંત ડો. એલેકઝેન્ડર અને વિરેન્દ્ર યાજ્ઞી દ્વારા ગાયને શા માટે માતા ગણવામાં આવે છે તે અંગેની ધાર્મિક અને વૈજ્ઞાનિક સમજ આપી હતી.
લેખક ગોવિંદદાસ, સહદેવદાસ સહીતના તજજ્ઞોએ ગાય શા માટે સમૃઘ્ધિજનક છે. તે અંગે પણ તલસ્પર્શી ચર્ચાકરી હતી.
હંસરાજ આહીરે જણાવ્યુઁ હતું કે ભારત સરકાર ગૌરક્ષા અને ગૌસંવર્ધન માટે પ્રતિબઘ્ધ છે. વાઘોની જેમ તેમના માટે પણ અભ્યારણ્ય બનાવવા જોઇએ.
ઇસ્કોનના આઘ્યાત્મિક વડા રામાનાથ સ્વામી મહારાજે જણાવ્યું હતું કે ગાય વિશ્ર્વ અર્થતંત્રનો પાયો છે. સવાલ માત્ર તેમની કતલ અટકાવવાનો નથી. પણ તેમને જન્મથી મરણ સુધી ખુશ રાખવાનો છે.
ડો. સુબ્રમણ્યમ સ્વામીએ દેશભરમાં ગૌશાળાઓને નાણાકીય સહાય આપવા સેસ લાદવા માંગણી કરી છે. જો આપણે ગૌ શાળા માટે પેટ્રોલ પર ૧ ‚પિયાનો સેસ નાખીએ તો દેશમાં નાણા છલકાય જશે. ભાજપની કેન્દ્રીય સરકાર ૨૦૧૯ સુધીમાં સમગ્ર ભારતમા ગૌ હત્યા નિષેધ નો કાયદો લાવશે તેવી ખાતરી ડો. સુબમણ્યમ સ્વામીએ આપી હતી.
આ કોન્ફરન્સમાં વર્ધમાન પરીવારના અતુલભાઇ શાહ તેમજ રાજકોટથી એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, ધીરેન્દ્ર કાનાબાર, ડેનીસ આડેસરા સહીતના જીવદયા પ્રેમીઓ ગયા હતા.