ખાલી ડબ્બામાંથી પક્ષી માટે ચબૂતરા પણ બનાવે છે

ધ્રાંગધ્રાના એક અનોખા પક્ષી પ્રેમી છે જેણે ર૧ હજાર પક્ષીઘર બનાવી પક્ષી પ્રેમીઓને વિનામૂલ્યે અર્પણ કર્યા છે.શંભુભાઈ નો જન્મ ધાંગધ્રા માં થયેલ અને તેને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ શીશુકંજ વિદ્યાલયમાં કરેલ તેમને નાનપણથી જ પક્ષીઓ માટે અનોખો પ્રેમ હતો રોજ દાદી માં ના કહેવાથી તે સવારે પક્ષીઓને ચણ નાખવા જતા અને ત્યારથી જ તેમની પક્ષીઓ પ્રત્યે જિજ્ઞાસા ની શરૂઆત થઈ.

તેઓ ચકલી વિશે કહે છે એક દિવસ તે ચકલી ને પોતાના ઘરની નીચે મારો બાંધતા જોતા હતા ઘણા દિવસ સુધી આ ચકલી માટેે બાંધતા જુવેર પણ પુઠાના ઘરમાં વધારે વજન થઈ જવાથી મારો તૂટી ગયેલ અને તેની બધી મહેનત વ્યર્થ ગયેલ હતી આ જોઈને શંભુભાઇ લાકડાના મજબૂત ચકલી ઘર બનાવાનું ચાલુ કરેલ અને તેમણે લોકોને વિનામૂલ્યે ચકલી ઘર આપવા લાગ્યા તેમ જોતા જોતા તે હજારો લાકડાના ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરી ચૂકેલા અને ચકલીને મજબૂત ઘર આપવાનો સંકલ્પને પણ તેઓએ ચાલુ રાખે. તેઓ પક્ષીના ચણ માટે અને પાણી માટે ખારી તેલના ડબ્બામાંથી સુંદર ચબૂતરો બનાવે છે તેમાં ચારેબાજુ ચણ અને વચ્ચે પાણી રહી શકે અને તેમનોએ હેતુ હતો કે પક્ષીઓને ઉનાળામાં પાણીની બહુ જરૂર પડે છે સાથે સાથે તેના માટે પણ વ્યવસ્થા થઈ જાય અને આ કાર્ય તેઓ વિનામૂલ્યે આપવાનું ચાલુ કરે અને આ કાર્યમાં ગામનો વિશ્વકર્મા સમાજ અને અનેક લોકોને ખૂબ સહકાર મળેલ લોકો ખાલી ડબ્બા થાય એટલે શંભુભાઈની દુકાને મૂકી જાય છે અને તેમાંથી તે સુંદર મીની ચબૂતરો બનાવે છેતેઓ પક્ષીઓ માટે અનેક પ્રોગ્રામ કરીને તેઓને ઉપયોગી એવી અનેક વસ્તુઓ વિશ્ર્વકર્મા દાદા ના આશીર્વાદથી અને કલા અને કૌશલ્ય દ્વારા બનાવે છે તેઓ શિયાળાના સમયમાં શ્વાનો માટે પ્રસુતિનો સમય હોય ત્યારે તેમના બચ્ચા માટે ઘર પણ બનાવે છે અને તેમાં બચ્ચા આરામથી રહી શકે અને ઠંડીથી પણ તેઓને રક્ષણ મળે તેઓ અનેક સંસ્થાઓને વિનામૂલ્ય પક્ષીઘર અને ચબુતરા આપે છે અને વિતરણ કરે છે ખાસ કરીને હળવદ રોટલી કલંબ ને બારેમાસ ચકલી ઘર અને મોબાઈલ ચબુતરા વિનામૂલ્યે આપે છે તેઓ નું કહેવું કે તે જીવનના અંતિમ શ્વાસ સુધી આ પ્રવૃત્તિ ચાલુ રાખીને ચકલીઓ માટે રહેઠાણ બનાવશે અને પક્ષીઓ પ્રત્યે પોતાની ફરજ અદા કરશે બસ જરૂર છે  વિશ્ર્વકર્મા સમાજના સહકાર થી અને અન્ય સમાજના સહકાર મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.