આજકાલ સોશ્યલ મીડિયામાં રોજ-બરોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે ત્યારે કેટલાક આપણા ચહેરા પર સ્માઇલ લાવે છે તો કેટલાક આપણા દિલને સ્પર્શી જાય છે. આવામાં એક લેબ્રા ડૉગ અને એક બિલાડીના બચ્ચાનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. લંડનમાં લેબ્રા ડૉગ બિલાડીના બચ્ચાની કાળજી રાખી રહ્યો છે. લોકોને આ બંનેની મિત્રતાનો વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

પશુ ચિકિત્સા કેન્દ્ર બૈટરસીએ નાના એવા તેના નવા મિત્ર બાર્નીનો આ વીડિયો શેર કર્યો છે. તેમણે આ સંબંધમાં લખ્યું છે કે, લેબ્રા ડૉગ પોતાની ભૂમિકાને સારી રીતે નિભાવી રહ્યો છે. જ્યારે નાની એવી વાત પણ ઘણી ગંભીર જોવાઇ રહી છે. આ બંનેની જુગલબંધીની વીડિયોમાં આનંદ માણી શકાય છે.

વાસ્તવમાં કેટલાક દિવસ પહેલા જ પાંચ સપ્તાહ જૂની એવા લંડનના એક બગીચામાં પડેલી મળી આવી હતી. ત્યાર બાદ બ્રિટિશ પશુ આશ્રયમાં એવાની મુલાકાત તેના પ્યારા મિત્ર બાર્ની સાથે થઇ હતી. આ મનમોહક જોડી પશુ ચિકિત્સા કેન્દ્રમાં ઘણી મસ્તી કરી રહ્યાં છે. આ બંને એક બીજાનો ઘણો ખ્યાલ રાખે છે. સાથે રમે છે અને સાથે ટીવી પણ જુએ છે. ત્રણ વર્ષનો લેબ્રો ડૉગ પણ પોતાના નવા મિત્રનો ખૂબ જ ખ્યાલ રાખી રહ્યો છે. તે સુરશ્રા માટે પણ તેના પર નજર રાખે છે.

જો કે, એવા હવે બાર્નીની આદત બની ચૂકી છે એટલા માટે તે રોજ સવારે તેને જોવા માટે બૈટરસી આવવાની રાહ નથી જોઇ શકતો. આ એવા માટે પણ ઘણું સારુ છે કારણ કે તેની પાસે મા, ભાઇ કે બહેન નથી એટલા માટે બાર્ની તેનો સૌથી સારો અને પસંદગનો મિત્ર બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે, માનવીઓ જ નહીં મૂંગા પશુઓમાં પણ ભાવનાઓ અને લાગણીઓ જોવા મળતી હોય છે. ભલે વિશ્વમાં ક્યાંકને ક્યાંક માનવી-માનવી વચ્ચે ભેદભાવ જોવા મળતો હોય પરંતુ, લંડનમાં એક લેબ્રા ડૉગ અને બિલાડીના બચ્ચાની અજીબ મિત્રતાએ માનવીઓ માટે ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.