આ એક સફર જીવનની દરેકને થોડું ઘણું શીખવી જાય છે. ત્યારે દરેક વ્યક્તિ જો જીવનમાં આ પ્રેમનું મહત્વ સમજી જાય તો જિંદગી ખૂબ અનોખી બની જાય છે. આમ જોવા જઈએ તો પ્રકૃતિ કે વ્યક્તિ દરેક વખ્ત જીવનને અનેક રીતથી કેટલું સમજાવી જાય છે. પ્રકૃતિમાં વૃક્ષ જીવનને સદાય એવું શીખવે કે ફૂલ ત્યારે જ મળે જો બીજ જમીનમાં રોપવામાં આવે તો ફૂલ અને ફળ આવે તેને પણ સમય સાથે પાણી અને ખાતર નાખવામાં આવે તો તે ઝાડનું સિંચન વધુ સુંદર થાય.

ત્યારે જીવનમાં પણ એકવાર જો દરેક વ્યક્તિ આ પ્રેમને પોતાની જિંદગીમાં રોપી દે તો તેને પણ પોતાના જીવનમાં પોતાની ધારેલી દરેક ઈચ્છા સાથે ફૂલની જેમ મહેનત સાથે પોતાની જિંદગી વધુ સરસ બનાવી શકે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં અનેક વાર નાની-મોટી બોલાચાલી કે પછી નિષ્ફળતા થકી અંત તરફ જવાનો માર્ગ જોવે છે. ત્યારે જો તે આ જીવનની આ સફરમાં તે જીવન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ કે પછી પ્રકૃતિ સાથેનો પ્રેમ સમજે તોતે વધુ સમજી શકે છે. જો વ્યક્તિ પોતાની આ સફરમાં અનેક રીતે જોડાય જાય છે. પ્રકૃતિ પાસે વાત કરવાથી તેને મનના સવાલોના જવાબ મળી શકે છે. ત્યારે જો તે કોઈ વ્યક્તિના પ્રેમને સમજે તો જીવનમાં તે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિ પોતાના માર્ગદર્શક અલગ રીતે શોધતાં હોય છે. કોઈ માટે માતા-પિતા તો કોઈ માટે પોતાના ગુરુ. ત્યારે આ નિષ્ફળ સમયમાં જો તે વ્યક્તિ જિંદગીને સમજે તેની સાથે જોડાયેલ પ્રેમને શોધી શકે તો તેને સફળ થવાની ફરી એક વાર પ્રેરણા મળે.

એટલે વ્યક્તિ જો જીવનના રંગો સાથે પોતે તેને અનુભવેલા પ્રેમના અનેક વાતોને યાદ રાખે તો તે જીવનમાં ક્યારેય નિષ્ફળ થાય નહીં અને જેમ માતા સ્નેહ થકી પોતાનો પ્રેમ વ્યક્ત કરે, પિતા પોતાના અનુભવો થકી પ્રેમ વ્યક્ત કરે તેમજ કુદરતમાં આકાશમાં વિવિધ રંગો પોતાની વિવિધતા સાથે પ્રેમ કરતાં શીખવે, નદી પોતે ઝરણામાં ભળતા શીખવી પોતાની જાતને પ્રેમ કરી બીજાની સાથે મળતાં શીખવે છે. એજ પ્રેમના આ અનેક દ્રષ્ટાંતો ખુદ ઓળખી તેને સમજી લો તો જીવન ખૂબ મજાનું છે. આથી પ્રેમ સાથે જીવો તો જિંદગીને જીતી જ શકો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.