આપણા દેશનું રાજકારણ આ દેશને અયોઘ્યા બનવા દેતું નથી!

આપણે ત્યાં  લોકસભાની ચૂંટણી અને તેને લગતો પ્રચાર સારી પેઠે ગતિમાં છે. જાણે અહીં યુઘ્ધનું મેદાન ખડું થયું છે!

આપણે ત્યાં અયોઘ્યાની એવી વ્યાખ્યા છે કે ‘જયાં યુઘ્ધ નહિ તે અયોઘ્યા!’ પરંતુ આપણા દેશનું રાજકારણ આ દેશને અયોઘ્યા બનવા દેતું નથી. ખુદ અયોઘ્યાને પણ રામજન્મભૂમિ મંદિરના નિર્માણનાં ઓઠાં હેઠળ યુઘ્ધ વગરનું રહેવા દીધું નથી ! રાજકારણની કુળકપટતાએ એને ધેરી લીધું છે. કરોડો રૂપિયા વિવિધ સ્વરુપે એને માટે ખર્ચાઇ ચૂકયા છે અને લાંબા સમયનો વ્યય પણ ચર્ચો છે!

કોણ જાણે કેમ આ જગત યુઘ્ધો વગરનું કયારેય રહ્યું નથી! મનુષ્ય શસ્ત્રોની પણ પૂજા કરે છે.શાસ્ત્રો આમ તો સંહારનાં પ્રતિક છે એમાં હિંસા ડોકાવા વિના રહેતી નથી.પણ કયારેય હિંસા અને સઁહાર કરવા પડે છે… યુઘ્ધ અને લડાઇ અનિવાર્ય બને છે.જો એમ ન હોત તો કવિ ન્હાનાલાલ એવું શું કામ લખતા કે ‘મ્હારા કેસરબીના ડંથ હો! સિંધાવો જી રણવાટ?’જો એમ ન હોય તો શ્રીકૃષ્ણ અર્જુનને યુઘ્ધ કરવા શું કામ પ્રેરત?રામાવતાર વખતે રામ યુઘ્ધ વિધા ભણ્યા હતા. કૃષ્ણાવતાર વખતે શ્રીકૃષ્ણપણ યુઘ્ધ વિઘા ભણ્યા હતા.

આ બન્ને ભગવાને યુઘ્ધ વિદ્યાની આવશ્યકતા સ્વીકારી હતી અને યુઘ્ધ માનવજીવનનું તેમજ સમાજ જીવનનું એક આવાશ્યક અંગે હોવાનું પ્રસ્થાપિત કર્યુ હતું.કોઇ ચિંતકે સાચું જ કહ્યું છે કે, ગ્રહણના બદલે જો ત્યાગની ભૂમિકા ઉ૫ર આ વિશ્ર્વની રચના થઇ હોત તો આ વિશ્વમાં આટલા યુઘ્ધો ન થતા હોતા.

આનાો અર્થ એ કે ગ્રહણ માટે યુઘ્ધ થાય છે અને મેળવવા માટે લડાઇઓ જાગે છે. એમાં કેટલીકવાર તો લોહીની નદીઓ વહે છે. મહાભારતના યુઘ્ધમાં લોહીની નદીઓ વહી હતી. તે શ્રીકૃષ્ણની હાજરીમાં વહી હતી. રામ-રાવણના યુઘ્ધમાં પણ લોહીની નદીઓ વહી હતી. તે શ્રીરામની નજર સામે વહી હતી.

ભગવાનને યુઘ્ધ ગમે જ નહિ અને છતાં તેઓ મહાયુઘ્ધોમાં સાક્ષી બન્યા હતા. બાયરન ભગવાન નહોતો. સાહિત્યકાર હતો. તેણે એવું લખ્યું છે કે, લોહીની નદી વહેવડાવવી સહેલી છે. પણ કોઇનાં આંસુના એક ટીપાને સુકવવું કઠણ છે, રામ અને કૃષ્ણે જેમા ભાગ લીધો હતો. તે યુઘ્ધોમાં તો આંસુના લાખો કરોડો ટીપાની ધાર થઇ હતી.

આંખે પાટા બાંધીને જેેણે જુવાની ખર્ચી નાખી તે ગાંધારીએ તેની આંખોના પાટા નીચે વહાવેલા આંસુને જો એક વખતેય પાટા છોડીને વહેલા દીધાં હોત તો કોણ જાણે કેટલા ખોબા ભરાઇ જાત! કદાચ આખી ગાગર ભરાઇ હોત!બાયરને કદાચ આવી કલ્પના વચ્ચે ઉપરોકત ચિંતન કર્યુ હશે…!સહુ કોઇ કહે છે કે, યુઘ્ધ ખરાબ છે. કોઇ લડાઇ સારી નથી. હિંસા તેવી બિહામણી કોઇ ચીજ નથી તેમ છતાં વિશ્વઘ્ધો અને લડાઇઓ થાય છે.. આ કવો વિરોધાભાસ છે.

ઇશ્ર્વર ખુદ સર્જક છે ને ઇશ્વર ખુદ યુઘ્ધ તથા સંહારમાં ભાગીદાર બને છે. ઇશ્વર વરદાન આપે છે અને ઇશ્ર્વર કે દેવદેવીઓ તેમને હણે છે.. વિજયાદશક્ષ્મી માં આ વાત નિષ્ણન્ન થાય છે. સુર-અસુર વચ્ચે થયેલા યુઘ્ધોમાં માનવજાતને રંજાડતા અને પાયાચાર આચરતા અસુરોનાં સંહારનો અને તેમના વિજયનો અવસર તે વિજયાદશમી વિજયના ઉત્સવનો આ અવસર છે.

દૈત્યોના પરાજયની આ ઉજાણી છે. એમાં જુલ્મીઓના જુલ્મોથી મુકત થવાી ખુશાલી છે.આ વિજય કેટલો મોટો હશે એ કેટલો મહત્વનો હશે કે આપણો દેશ એને યુગોથી ઉજવે છે.આપણા દેશના રાજકીય રંગરાગ તરફ નજર કરતાં અને વિજયાદશમી-દશેરાના ઉત્સવ- ખુશાલીનું ચિંતન કરતાં એવો જ ખ્યાલ ઉપસે છે કે, આ દેશમાં અસુરોનો ખરેખર નાશ થઇ ચૂકયો છે ખરો? શું આપણે એના વિષે કયારેય શાંત લાગણીમાં વિચારીએ કે ચિંતન કરીએ છીએ ખરાં?

આપણે વિજયો મેળવ્યાની ખુશી મનાવીએ છીએ, પણ એ વિજયોને શું આપણે જાળવી રાખી શકયા છીએ ખરાં? શું આપણા દેશમાં હવે કયાંય કોઇ ભાતના અસુરો નથી?શું આ દેશની પ્રજાને આજના અસુરો ધમરોળતા નથી?રાવણે સીતાનું અપહરણ કર્યુ અને પાપાચાર આચાર્ય આશ્ર્ચર્યા એટલે કે અસુર અને આજે આ દેશમાં અસંખ્ય સીતાઓના અપહરણ થાય તથા અનેક પ્રકારના પાપાચાર થાય તો પણ અહીં અસુરરાજ હોવાનું કોઇને ન લાગે?

આઝાદીના ૬૦ વર્ષમાં આ દેશ કયારેય ભ્રષ્ટાચાર પ્રવર્તે છે. આપણા કેટલાક રાજનેતાઓ અને રાજકારણીઓ આ દેશની પ્રજાના અબજો રૂપિયા લુંટી ખાય અને કરોડો લોકોને લૂંટીને સુખ પોતાના ઘેર ઉપાડી જાય તે શું અસુરો નહિ?

જ્ઞાન વેચે છે તે અસુરો નહિ?વિદ્યાનો વેપાર કરે તે અસુરો નહિ?ગરીબોને ગરીબ રાખે અને શ્રીમંતોની વાહ વાહ કરે તે શું અસુરો નહિ?તે શું અસુરો નહિ?જ્ઞાન વેચે છે તે અસુરો નહિ?વિદ્યાનો વેપાર કરે તે અસુરો નહિ?ગરીબોને ગરીબ રાખે અને શ્રીમંતોની વાહ વાહ  કરે તે શું અસુરો નહિ?

ધર્મના નામે ધન ભેગું કરે તે શું અસુરો નહિ? ભલાભોળા લોકોને સુખનાં, ઐશ્ર્વર્યના અને મોક્ષના ઉપદેશ તથા વચનો આપીને તેમને ખુશ કરવાની લીલા આચરે તેનાં અને અસુરમાં શું ફેર? પેલા રાવણે સીતાજીના અપહરણ માટે તેમની સાથે આવી જ લીલા શું નહોતી આચરી?

કાં તો શત્રુઓ હારી જાય અને કાં તો શત્રુઓ નાશ પામે એટલે તે વાત પૂરી થઇ જવી જોઇએ. પરંતુ તેમ થયું નહીં. શત્રુઓ ફરી જન્મે છે. શત્રુઓ ફરી માથું ઉંચકે છે અને યુઘ્ધો તથા સંહારનો અંત આવતો જ નથી.

શું આનો અર્થ એવો ન થાય કે, કોઇને યુઘ્ધમાં જીતી લેવાથી એની સાથેની શત્રુતાનો અંત આવી જતો નથી. અને તેનો સંહાર કરવાની પણ તેનો કાયમી અંત આવી જતો નથી? એનાં કરતાં સમાધાન કરી લેવાય અને પ્રેમભરી સુલહે કરી લેવાય તેનો કદાચેય કાયમી અંત આવી જાય!

પરંતુ સુર-અસુર વચ્ચે સમાધાનનાં વિજયને ઉજવવાનો સંકલ્પ કરીએ તો જ કાંઇક વધુ સારું થયું ગણાશે. અસુરો નષ્ટ થાય અને નવા અસુરો ન જન્મે તો જ નવી દુનિયાનું સુખ સાપડશે…!અસુરો વગરની દુનિયા કેવી હોય એવો અનુભવ કરવાનું સૌભાગ્ય મનુષ્યને સાંપડે છે.લોકસભાનુ ચૂંટણીનાં પરિણામો બાદ આપણે દેશ અયોઘ્યા બની જાય એમ ઇચ્છીએ !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.