શું તમે પણ બાકીની શાકભાજીની જેમ ટામેટાં ફ્રીજમાં રાખો છો, તો તમારી આ આદત આજે જ બદલી નાખો. 10માંથી આઠ ફૂડ એક્સપર્ટ્સનું માનવું છે કે, ટામેટાંને ફ્રીજમાં મૂકવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે. આ સિવાય ટામેટાં ફ્રીજમાં ન મૂકવાનાં અન્ય ઘણાં કારણ છે
શું તમારા ધ્યાનમાં આવ્યું છે કે, ટામેટાંને ફ્રીજમાં મૂકવાથી તેનો સ્વાદ, બનાવટ અને રંગ પણ બદલાઈ જાય છે. તેનું કારણ પ્રાકૃતિક નહિ, પણ રિએક્શન છે, જે ફ્રીજમાં ઠંડા વાતાવરણમાં રહેવાને કારણે ટામેટાંના ટેક્સચર અને ટેસ્ટ પર પડે છે. એક રિસર્ચ મુજબ, ટામેટાંને હંમેશાં રૂમ ટેમ્પરેચર પર એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવાં જોઈએ.
રિસર્ચનું માનીએ તો ટામેટાંની કોઈ વાનગી બનાવવાથી તેમાં રહેલા લાઇકોપીન કન્ટેન્ટનું પ્રમાણ વધી જાય છે અને ત્યાર બાદ આપણું શરીર તેને સરળતાથી શોષી લે છે. આ સાથે જ ટામેટાંને રાંધવાથી તેમાં એન્ટી ઓક્સિડેન્ટનું પ્રમાણ વધી જાય છે.
આજકાલ ડબા કે બરણીમાં બંધ ટામેટાં ઘણાં ટ્રેન્ડમાં છે, પણ હેલ્થ અને ન્યુટ્રિશનના હિસાબે જોઈએ તો ડબાબંધ ટામેટાંનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. આ ડબાની અંદર એક પડ હોય છે, જેમાં બાઇસ્ફેનોલ-એ (BPA) જોવા મળે છે. આ એક એવું કેમિકલ છે, જેનાથી હૃદય રોગ, પ્રજનનમાં સમસ્યા અને કેન્સરનું જોખમ હોય છે.
જો તમને ટામેટાંનો ખાટ્ટો ફ્લેવર પસંદ હોય અને તમે ઇચ્છતા હોવ કે તમારાં ટામેટાં વધુ ખાટ્ટાં રહે, તો તેને ફ્રીજમાં મૂકવાને બદલે કિચનના કાઉન્ટર પર જ રહેવા દો. ફ્રીજમાં તેને મૂકવાથી બની શકે કે, ટામેટાં જલદી ખરાબ થઈ જાય, પરંતુ આવું કરવાથી તેનો ટેસ્ટ, કલર અને અરોમા ગાયબ થઈ જાય છે.