‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન યુવાનોને ચરિત્ર નિર્માણ પ્રત્યે સજાગ રહેવા અને ખોટા રસ્તે જવાથી બચવા ગૃહમંત્રી રાજનાથસિંહની સલાહ
ભારત માત્ર સુપર પાવર જ નહીં પરંતુ વિશ્વગુરુ બનશે તે નકકી છે
પ્રાંસલા ખાતે આયોજીત ૨૦મી રાષ્ટ્રકથા શિબિરમાં આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ખાસ ઉપસ્થિતિ આપી હતી. તેમણે ‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, યુવાનોએ ચરિત્ર નિર્માણ પ્રત્યે સજાગ રહેવું જોઈએ. ખોટા રસ્તે જવાથી બચવું જોઈએ. જો યુવાનનું ચરિત્ર સુધરશે તો આપો આપ તેઓ સફળતા હાંસલ કરશે.
તેમણે સ્ટેજ પરથી વિદ્યા’}Apને સંબોધનમાં કહ્યું હતું કે, ભારતીય સસ્કૃતિ વિદેશી સંસ્કૃતિઓ કરતા ઘણી આગળ છે. જ્ઞાન-વિજ્ઞાનમાં ભારત ખૂબજ આગળ છે. શુન્યની શોધ ભારતમાં થઈ છે. તેમણે વિદ્યા’}Apને રામ અને રાવણ વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. રાવણ પાસે રામ કરતા વધુ સંપતિ હતી. પરંતુ રાવણની હરકતો નિમ્ન કક્ષાની હતી.
તેમણે વિવેકાનંદજીનું ઉદાહરણ વિદ્યા’}Apને સમક્ષ મુકયું હતું. તેમણે કહ્યું હતું કે, વિવેકાનંદે વિદેશમાં જઈ ભગવા કપડા પહેરી સાફો બાંધી પોતાનો મત રજૂ કર્યો હતો. વિદેશીઓ પણ તેમના ભાષણથી ચકિત થઈ ગયા હતા. ભારતીય હોવાનો ગૌરવ અનુભવવાની શીખ રાજનાથસિંહે છાત્રોને આપી હતી. લાંબા સમય સુધી ગુલામ રહ્યાં છતાં હવે ભારતની તાકાત દુનિયા રોકી શકશે નહીં. ભારત માત્ર સુપર પાવર જ નહીં પરંતુ વિશ્વ ગુરૂ બનશે તે વાત નકકી છે.
ગૃહ મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રકથા શિબિરના આયોજન બદલ ધર્મબંધુજીનું અભિવાદન કર્યું હતું. તેમણે નાના વિદ્યા’}Apને ઉદ્દેશીને કહ્યું હતું કે, ઉંમરમાં મોટો હોવાથી હું બાળકોને આશિર્વાદ આપુ છું અને ભારતને વિશ્ર્વ ગુરૂ બનાવવા માટે આહ્વાન કરૂ છું.