ગુગલે કરેલી જાહેરાત ૧ જૂન ૨૦૨૧થી અમલમાં આવશે
અત્યારનો સમય ડિજિટલ સમય છે. લોકો ડીઝીટલાઈઝ થયા છે. લોકો પોતાના જિવનમાં રોજ બરોજ અનેક ડિજિટલ વસ્તુઓનો ઉપયોગ કરતા થયા છે. ગૂગલએ ડિજિટલ ક્ષેત્રમાં એક અલગજ ક્રાંતિ આપી છે. ગૂગલ લોકોને પોતાનું એકાઉન્ટ બનાવી સ્ટોરેજ માટેની વ્યવસ્થા આપે છે. ગૂગલની આ સર્વીસથી લોકોએ હાર્ડવેરનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી.
ત્યારે ગૂગલ દ્વારા જાહેરાત કરવાંમાં આવી છે કે જે યુઝર ૨ વર્ષ કે તેથી વધારેના સમયથી પોતાના ગૂગલ એકાઉન્ટમાં એક્ટિવન હોય તેમના એકાઉન્ટ ડિલિટ કરી નાખશે.
ગુગલ દ્વારા જાહેરાત કરવામાં આવી છેકે ગુગલ એકાઉન્ટ ધરાવતા લોકો છેલ્લા ૨ વર્ષથી પોતાના આઇડીમાં અનએક્ટિવ હશે તેમનું એકાઉન્ટ ડિલિટ કરી દેવામાં આવનાર છે. જેમાં જીમેઈલ ડ્રાઈવ અને ફોટોનો સમાવેશ કરવાંમાં આવ્યો છે. ગુગલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આ સિસ્ટમ ૧ જૂન ૨૦૨૧થી અમલમાં લાવવામાં આવશે.
આ પહેલા ગૂગલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગુગલ કલઉન્ડના ઉપભોક્તા ૧૫ ગીગાબાઈટ ડેટા જ સ્ટોર કરી શકશે. ગૂગલએ ઓરીજનલ ફોટો અથવા તો સારી ગુણવત્તાના ફોટા સંગ્રહવા માટેની છૂટ આપી છે
ગૂગલ દ્વારા આ નિર્ણય આવકમાં વધારો કરવા અને ખોટા ખર્ચ ઘટાડવા માટે નિર્ણય કારવામાં આવ્યો છે. ગૂગલ લોકોને પોતાનો ડેટા સેવ કરવા માટે પૈસા લઈને કલાઉડમાં જગ્યા આપે છે. ગુગલના આ નિર્ણયથી ઘણા યુઝરને અસર પહોંચી શકે છે. અને ગુગલના નીર્ણયથી ગૂગલને પડતો આર્થિક માર ઘટી જશે અને આવકમા વધારો થવાનું જણાવ્યું હતું.