મોટાભાગના પરફ્યુમ બનાવતી વખતે વિવિધ પ્રકારના જરૂરિયાત તેલ, ફૂલો અને કૃત્રિમ રંગો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે આવા પરફ્યુમ લગાવો છો, ત્યારે તેના ડાઘ કપડાં પર પડી જાય છે. તો તે કેવી રીતે દૂર કરી શકાય જાણો.

perfuyum

તેમજ કેટલીક વાર પરફ્યુમના ડાઘા કાઢવા માટે અનેક પ્રયાસો કરતા હોવા છતા પણ ડાઘા જતા નથી. જો કે આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કેટલીક સરળ રીતો અપનાવીને તમે કપડાં પરથી પરફ્યુમના ડાઘ દૂર કરી શકો છો.

ડીશવોશ સાબુ અને બેકિંગ સોડા :

soda 1

કપડાંમાંથી પરફ્યુમના ડાઘ દૂર કરવા માટે લિક્વિડ ડીશવોશ સાબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે.

આ માટે સૌપ્રથમ કપડા પર જે જગ્યાએ ડાઘા પડ્યા છે ત્યાં બેકિંગ સોડા છાંટો, ત્યારપછી તેના પર લીંબુનો રસ અથવા સફેદ વિનેગર નાખીને 20 મિનિટ માટે રહેવા દો.

20 મીનીટ પછી કપડા પર લિક્વિડ ડીશ સોપ રેડો અને ડાઘને બ્રશથી સ્ક્રબ કરો અને કપડાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

રબિંગ આલ્કોહોલ :

રબિંગ આલ્કોહોલ

 

જ્યારે તમારા કોઈપણ કપડા પર પરફ્યુમથી ડાઘ લાગે છે. ત્યારે તમે તેને સાફ કરવા માટે રબિંગ આલ્કોહોલનો ઉપયોગ કરી શકો છો. તેમજ કપડાના ડાઘવાળી જગ્યા પર રબિંગ આલ્કોહોલના 3-4 ટીપાં નાખો અને થોડી વાર રહેવા દો. ત્યારપછી કપડાને હાથ વડે ઘસો અને હૂંફાળા પાણીથી ધોઈ લો. આવું 2-3 વાર કરવાથી કપડા પરના ડાઘ સાફ થઈ જશે.

વિનેગર :

vinegar 2

તમારા કોઈપણ કપડામાંથી પરફ્યુમના ડાઘ સાફ કરવા માગો છો. સૌ પ્રથમ એક બાઉલમાં એક ચમચી બેકિંગ સોડા સાથે એક ચમચી વિનેગર મિક્સ કરો, ત્યારપછી આ મિશ્રણને ડાઘ અસરગ્રસ્ત કપડા પર રેડો અને તેને ઘસો. આ પછી કપડાંને સામાન્ય રીતે ધોઈ લો. આવું 2-3 વાર કરવાથી ડાઘ ગાયબ થઈ જશે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ :

હાઇડ્રોજન પેરોક્સાઇડ

હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરીને તમે કપડાં પરના પરફ્યુમના ડાઘને સરળતાથી સાફ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી લીંબુના રસમાં એકથી બે ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ મિક્સ કરો. તેમજ હવે આ મિશ્રણને કપડાંના ડાઘ-અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને 5થી 7 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ પાણીથી ધોઈ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.