હાલ ચોમાસાની સિઝનમાં જનાવર, જીવ જંતુ દેખાઈ આવવાના બનાવો ખૂબ બનતા હોય છે. સાપ તો સૌ કોઈએ જોયા હશે પણ ઘણા દુર્લભ સાપ ભાગ્યે જ જોવા મળતા હોય છે. તમે જોયો છે બે મોઢા વાળો જાહેરીલો સાપ..? બિહામણો અને જોખમી એવો આ સાપ તમારા ઘર કે કામના સ્થળેથી નીકળે તો,,? આવું જ કઈક આજ રોજ બન્યું છે. એક ફેક્ટરીમાંથી બે ચહેરાવાળો કોબ્રા સાપ નીકળ્યો છે.
ઉત્તરાખંડના દહેરાદૂનમાં એક ફેક્ટરીમાં કલસી વન વિભાગની ચૌહાદપુર રેન્જની ટીમે બે મોઢારો સાપ પકડ્યો છે. કોબ્રાની દુર્લભ પ્રજાતિઓ જોઈને દરેકને આશ્ચર્ય થયું. ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચેલા ફોરેસ્ટ ડિવિઝન રેન્જર એ.ડી. સિદ્દીકીએ જણાવ્યું હતું કે તેમણે પોતાની 35 વર્ષની સેવામાં પ્રથમ વખત બે ચહેરાવાળો કોબ્રા સાપ જોયો હતો. રેન્જની ટીમે દહેરાદૂનના માલસી ડિયર ઝૂના જંગલમાં આશરે ત્રણ ફૂટનો કોબ્રા સુરક્ષિત છોડી દીધો છે.
ચૌહાદપુર રેન્જર એડી સિદ્દીકીને લાંઘા રોડ પર એક સ્ટોન કંપનીના કર્મચારીઓ દ્વારા ફોન પર જાણ કરવામાં આવી હતી કે ત્યાં એક સાપ બહાર આવ્યો છે, જેના બે મોં છે. માહિતી મળતા રેન્જર વન વિભાગની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી. સાપ પકડવાના માસ્ટર આદિલ મિર્ઝાએ મહેનત બાદ કોબ્રાને પકડ્યો, પરંતુ જ્યારે તેણે કોબ્રાના બે ચહેરા જોયા તો તેણે રેન્જરને કહ્યું અને આખી ટીમ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ.
રેન્જરે પકડાયેલા સાપને દુર્લભ સ્પિટાકલ્ડ પ્રજાતિનો કોબ્રા ગણાવ્યો હતો. તેણે કહ્યું કે બે મુખવાળો અન્ય સાપ પણ છે, પરંતુ તેની પ્રજાતિ અલગ છે, જેનું એક મોં આગળ છે અને એક મોં પૂંછડી પાસે છે, પરંતુ કોબ્રામાં બે મોં આગળ છે. તેણે આ પહેલી વાર જોયું છે. આ કોબ્રાની લુપ્ત થતી પ્રજાતિ છે.