આસામની નવી વસ્તી નીતિ હેઠળ એવા લોકો પંચાયત, નગરપાલિકા ચૂંટણી અને સરકારી નોકર માટે અયોગ્ય હશે, જેમના બેથી વધારે બાળક હશે. આસામ વિધાનસભામાં ગત શુક્રવારે લાંબી ચર્ચા બાદ આ કાયદો પારિક કરવામાં આવ્યો હતો. આસામના આરોગ્ય અને પરિવાર પ્રધાન હેમંત બિસ્વ શર્માએ વિધેયકને વિધાનસભામાં રજૂ કરતા કહ્યું હતું કે, રાજ્યની સેવા શરતોને જલદીથી નવા કાયદાની દ્રષ્ટિએ બદલવામાં આવશે. આ વિધેયકના પારિત થયા બાદ આસામના તમામ સરકારી કર્મચારીઓ પર બે બાળકોની નીતિ લાગૂ થશે.
આસામાં ભાજપ શાસિત સરબાનંદ સોનોવાલાના નેતૃત્વવાળી સરકાર છે. આસામમાં ભાજપ પ્રથમ વખત સત્તામાં આવ્યું છે. હેમંત શર્માએ ગૃહમાં કહ્યું કે, રાજ્યની નવી વસ્તી નીતિ વસ્તી વૃદ્વિ પર લગામ લગાવવા અને સમાજિક-આર્થિક તેમજ સ્વાસ્થ્યને સારી રીતે બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરશે કે વિધાનસભા ચૂંટણી લડવા માટે એવો કાયદો બનાવવામાં આવે જેનાથી જેમને બે બાળકોથી વધારે બાળકો હોય તેઓ ધારાસભ્યની ચૂંટણી લડી નહીં શકે.
નવા કાયદા હેઠળ લગ્ન માટે નિર્ધારિત ન્યુનત્તમ ઉંમરનું પાલન ન કરનાર સરકારી નોકરીઓ માટે અયોગ્ય જાહેર કરવામાં આવશે. આસામની વસ્તી વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં 2.66 કરોડ હતી. વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં રાજ્યની વસ્તી 3.12 કરોડ હતી. રાજ્ય સરકાર અનુસાર, 10 વર્ષમાં વસ્તીમાં થયેલા 17.07 ટકાની વૃદ્વિને વહન કરવાનું રાજ્યને પરવડી શકે તેમ નથી, એટલા માટે તેના પર લગામ લગાવવો જરૂરી છે.