દર વર્ષ ૧૪ નવેમ્બરને વિશ્ર્વ ડાયાબિટિઝ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે ૧૯૯૧માં વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ બિમારી વધુ ન ફેલાય માટે આ પાંચ ખોરાક ક્યારેય ડાયાબિટિઝના દર્દીઓએ લેવા જોઇએ નહિં.
– દુધ :-
દૂધ અથવા વધુ ફેટ ધરાવતી વસ્તુઓને આરોગવી નહીં, ડેરી પ્રોડક્ટથી ફેટ અને ઇસ્યુલિનનું પ્રમાણ વધવાની ભિતી રહે છે.
– વ્હાઇટ બ્રેડ :-
જે ભોજનમાં સ્ટાર્ચની માત્રા હોય, શુગર વાળાને તેનાથી દુર રહેવું લાભદાયી છે. વ્હાઇટ બ્રેડ, વ્હાઇટ ફ્લોર પાસ્તા જેવી વસ્તુઓમાં કાર્બોહાઇડ્રેટ હોય છે જેનાથી શુગર લેવલ વધે છે.
– વ્હાઇટ રાઇસ
રિસર્ચ પ્રમાણે જે લોકો સફેદ ભાત ખાય છે. તેનામાં ડાયાબિટિઝ થવાની સંભાવના ૨૭ ટકા વધી જાય છે.
– બટેટા
શુગર લેવલ વધુ હોય તેમણે રોજ બટાટા ખાવી યોગ્ય નથી પરંતુ લીલા શાકભાજી સાથે તમે તેને ક્યારેક ભોજનમાં લઇ શકો છો.
– કિશમિશ
કિશમિશમાં ભરપુર માત્રામાં ફાયબર રહેલું છે. તેથી ગ્લુકોઝ લેવલ વધવાનો ખતરો રહે છે. માટે કિશમિશ ખાવુ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી નથી.