આર્થરાઇટિસમાં હરવા-ફરવામાં બહુ વધારે મુશ્કેલી થાય છે
આપણું શરીર માંસપેશીઓ, હાડકાઓ અને નશો એટલે કે તંત્રિકાઓથી મળીને બન્યુ છે અને આ તમામ મળીને કામ કરે છે કે જેથી આપણી લાઇફ સારી રીતે ચાલે છે. મનુષ્યનું શરીર મુખ્યત્વે પ્રોટીનનું બનેલુ હોય છે કે જે ધીમે-ધીમે ઉંમર વધવાની સાથે-સાથે ખતમ થતું જાય છે.
તેથી વૃદ્ધોમાં હેલ્થ સંબંધી મુશ્કેલીઓ નવયુવાનોની સરખામણીમાં વધુ હોય છે. આપણા શરીરનાં હાડકાંઓમાં જે કૅલ્શિયમ હોય છે, તે ઉંમર વધવાની સાથે-સાથે નષ્ટ થતુ જાય છે અને હાડકાં ધીમે-ધીમે ઘસાવા અને નબળા થવા લાગે છે.
આ જ રીતે આપણી માંસપેશીઓ પણ એક ઉંમર બાદ ખરાબ થવા લાગે છે કે જેથી સાંધામાં દુઃખાવો થવા લાગે છે. આ પીઢ લોકોમાં વધુ હોય છે અને તેને આર્થરાઇટિસ કહે છે.
આર્થરાઇટિસમાં હરવા-ફરવામાં બહુ વધારે મુશ્કેલી થાય છે. તેમાં જૉઇંટ્સ કે સાંધા અને મસલ્સમાં જકડણ આવી જાય છે અને ત્યાં સોજો થઈ જાય છે કે જેથી ત્યાં દુઃખાવો પણ થવા લાગે છે. આ જકડણનાં કારણે આ સાંધાઓનું હાલન-ચાલન ઓછું થઈ જાય છે.
ડોક્ટરોના કહેવા પ્રમાણે આર્થરાઇટિસ મુખ્યત્વે ઉત્સેચકો અને માંસપેશીઓના ધીમે-ધીમે ખરાબ થવાથી થાય છે. આ જેનેટિક પણ હોઈ શકે છે અથવા તો પછી તેનું કારણ આપણી આજકાલની લાઇફસ્ટાઇલ છે.
જેમાં આપણે પોતાનાં આરોગ્યની ચિંતા કર્યા વગર દિવસ-રાત માત્ર કામ જ કરતા રહીએ છીએ, પોતાનાં ખાવા-પીવા પર ધ્યાન નથી આપતાં. તેના કારણે આપણા શરીરમાં મિનરલ્સની ઉણપ થઈ જાય છે.
ખાસ કરીને આપણા હાડકાંઓમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે અથવા તો પછી તેનું કારણ આપણુ વધુ રમવું પણ હોઈ શકે છે.