સૌ કોઇને ડર તો લાગે જ છે અને ડરથી કોઇ ભાગી નથી શક્યુ…. ગમે એવા ડેરીંગ હોય પરંતુ એકાદ એવી વાત હોય છે જેનાથી બીક તો લાગતી જ હશે. અને એ બાબત કાંઇ છુપાવા જેવી કે શરમ અનુભવવા જેવી નથી. અને સાયકોલોજી પણ કહે છે કે દરેક જાતનાં ડર તમારા વ્યક્તિ વિશેષની ઓળખાણ છે તો આવો જાણીએ કેટલાંક એવા ડર વિશે જે દર્શાવે છે તમારા વ્યક્તિત્વને……..
-સાપનો ડર :
સાપની વૃતિ છેતરામણીભરી હોય છે તેના વિશે ખાલી જાણવાથી પણ પર પેદા થાય છે ત્યારે તમારું વ્યક્તિત્વ બીજા સાથે ઉભા રહો છે અને રક્ષણાત્મક વૃતિ ધરાવો છો.
– લોહીથી લાગતી બીક :
જો લોહી જોઇને તમને બીક લાગે છે તો તમારુ વ્યક્તિત્વ શાંત અને સંપૂર્ણ છો, કોઇપણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં ત્વરીત છે.
– બધાની વચ્ચે બોલવાથી ડરો છો…
જો તમે પબ્લીકમાં બોલવાથી ગભરાવ છો કે બીક લાગે છે તે ઘણુબધુ દર્શાવે છે જેનાથી તમે તમારી જાતને ઉતરણી માનો છો, લોકો શું કહેશે તેનો ડર લાગે છે તેમજ સાથે સાથે સંપૂર્ણ પણ છો. એ બાબતને જજ કરો છો કે જીવનમાં દરેક બાબતે પરફેક્ટ છો કે નહીં.
– જોકરથી બીક લાગે છે….?
જો તમે જોકરથી ડરો છો તો તેનો મતલબ એ કે તમે યાદર્શીતા, ટ્રાન્સપરેન્સી, સ્પષ્ટવક્તા છો.
– કરોડીયાથી લાગતી બીક :
કરોડીયાથી લગતી બીકમાં તમારુ વ્યક્તિત્વ નેતૃત્વ ધરાવતું અને અડગ છે.
– કિટાણુથી લાગતી બીક :
કીટાણું એટલે તેની વૃતિ ચીકણી અને તેનાથી ડર લાગવો એ દર્શાવે છે કે તમે દરેક બાબતમાં જીકજીક કરો છો.
– અંધારાથી લાગતી બીક :
અંધારુ એટલે તમે જોવા માટે સક્ષમ નથી. જ્યાં તમે તમારી પાંચે ઇન્દ્રિને કામે લગાડો છો. જેથી અંધારાથી દૂર ભાગી શકાય અને એ ક્રિએટીવીટી દર્શાવે છે.
– એકાંતનો ડર :
ઘણા લોકો એકલાં રહેવાથી ડરતા હોય છે. ત્યારે કોઇ અન્ય વ્યક્તિ કે ચીજવસ્તુનો સાથ લ્યે છે આમ તેનું વ્યક્તિત્વએ જીવંત બનાવે છે.
– ભીડથી લાગતી બીક :
લોકો ભીડ હોય ત્યાં જવાનું ટાળતા હોય છે ત્યારે તેને જીવનમાં વિશાળ ફલક પસંદ હોય છે. અને બીજાને પણ જીવનમાં સ્પેસ આપવાનું પસંદ કરે છે.
– ઉંચાઇથી લાગતી બીક :
જે વ્યક્તિને ઉંચાઇથી બીક લાગતી હોય છે તે વ્યક્તિની પર્સનાલિટી કોઇ પણ બાબતે ટકી રહેવાની વૃતિ ધરાવે છે. અને અડગ રહે છે. કોઇપણ વાતનું મૂળ સુધી પહોંચવાનું વ્યક્તિત્વ ધરાવે છે.