હેલ્થને નુકસા પહોંચાડે છે. વ્હાઇટ બ્રેડ….
ડોક્ટરના મતે, વ્હાઇટ બે્રેડમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે તમારા હેલ્થને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે વ્હાઇટ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે. તેમાં ઘણા બ્લીચિંગ એજન્ટ્સ જેવા કે પોર્ટશિયમ બ્રોમેટ, એમોડિકાર્બાનામાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. જે બોડીના સેલ્સને નુકસાન પહોંચાડે છે. અને જેનાથી કેન્સર પણ થઇ શકે છે.
બ્રેડ પ્રોસેસિંગ દરમિયાન તેના પોષકતત્વોનો નાશ થઇ જાય છે . અને ફાઇબર ઘટી જાય છે. જેના કારણે પાચન ધીમે થાય છે. અને કબજીયાત થઇ શકે છે.
વ્હાઇટ બ્રેડ મેંદામાંથી બનેલી હોવાથી તે આંતરડામાં ચોટી જાય છે. જેનાથી પેપ્ટિક અલ્સર અથવા લિવર ડેમેજ થવાની સંભાવના રહે છે. બ્રેડમાં ગ્લૂટેનની માત્રા વધારે હોવાથી પેટમાં દુ:ખાવો, ડાયરિયા પણ થઇ શકે છે. તેમજ ટ્રાંસ ફેટ્સથી સ્કિન પણ ખરાબ થઇ શકે છે.
તો ઉપાય શું?…..વ્હાઇટ નહી પણ ખાવો આ બ્રેંડ
હોલગ્રેન બ્રેડ :-
– હોલગ્રેન બ્રેડ એટલે કે મિક્સ અનાજથી બનેલી બ્રેડમાં વિટામિન અને મિનરલ્સ મોટા પ્રમાણમાં હોય છે. જેમાં સાયબર પણ વધારે હોવાથી પાચનક્રિયા સારી રીતે થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ‚પ નિવડે છે.
– આ ઉપરાંત આ બે્રેડ ઘઉમાંથી બનેલી હોવાથી તેમાં વિટામિન બી, ઇ, ફોસ્પોરસ, આયરન અને ઝિંક હોય છે જે માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.
કેલરીનું ધ્યાન રાખો :
– બ્રેડમાં કેલરીની માત્રા સામાન્ય રીતે વધુ હોય છે.
– જેમાં વ્હાઇટ બ્રેડની એક સ્લાઇસમાં ૭૫ કેલરી
– બ્રાઉન બ્રેડની એક સ્લાઇસમાં ૭૩ કેલરી
– મલ્ટીગ્રેનની એક સ્લાઇસમાં ૬૯ કેલરી
– રીચર્સ અનુસા રોજ ૩ સ્લાઇસથી વધુ વ્હાઇટ બ્રેડ ખાવાથી વજન ૪૦% જેટલુ વધી જાય છે. તેમજ ટાઇપ-૨ ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.