આપણે અત્યાર સુધી મોતીચૂરના,ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન નાળિયેરના લાડવાની રેસીપી લઈને આવ્યા છીએ…તો વાંચો અને બનાવો ઘરે આ લાડવા..
નગરવેલનું પાન, કંડેન્સ્ડ મિલ્કઅને ઓર્ગેનિક લીલો રંગ મિક્સ કરી બ્લેન્ડ કરો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં 200 ગ્રામ નાળિયેર નાખી તે સોનેરી રંગનું થાય ત્યાં સુધી સાંતળો ત્યાર બાદ બ્લેન્ડ કરેલું મિશ્રણ તેમાં ઉમેરો અને તેને એક બાઉલમાં લઈ લ્યો.
હવે તે મિશ્રણની નાની નાની થેપલી બનાવી તેમાં ગુલકંદ ભરી તેના ગોળ લાડવા બનાવો અને તે લાડવાને નાળિયેરના ચીનમાં રગદોળી તેના પર ટોપરાનું કોટિંગ કરો.
તો તૈયાર છે સૌથી સરળ રીતે બની જતાં સ્વસ્થ્ય વર્ધક લાડવા જે સ્વાદ અને સ્વસ્થ્ય બંને માટે સારા છે.