થાઈલેન્ડની ‘કિમલાન જીનાકુલે’ બેંકકોકની સુખોથાઈ ઓપન યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી મિસાલ કાયમ કરી
૯૧ વર્ષની થાઈલેન્ડની વૃદ્ધાએ ૧૦ વર્ષના સમયગાળામાં ડિપ્લોમાની કોલેજ ડિગ્રી પાસ કરી છે. આ ઘટના અંગે એમ કહી શકાય કે મન હોય તો માળવે જવાય. નાની ઉંમરના લોકો પણ ઘણી વખત કોઈ નવુ કાર્ય કરવામાં પીછેહટ કરતા હોય છે ત્યારે આ વૃદ્ધાએ એક મિસાલ કાયમ કરી છે.
થાઈ ટેલિવિઝન પર એક જાહેર પ્રસારણમાં ઈન્ટરવ્યુ આપતી વખતે ‘કિમલાન જીનાકુલ’ નામની આ મહિલાએ તેને માનવીય અને પરિવારના વિકાસ અંગે બેચરલ ઓફ આર્ટસની ડિગ્રી સરકાર સંચાલિત સુખોથાઈ ઓપન યુનિવર્સિટી બેન્કોક દ્વારા મળી હોવાનું જણાવ્યું હતું. તેણે આ ડિગ્રી મળ્યા બદલ આનંદ વ્યકત કર્યો હતો.
કિમલાન નામની આ મહિલાએ જુસ્સો અને આત્મવિશ્ર્વાસ સહ્ જણાવ્યું હતું કે ‘જો આપણે ભણીશું નહીં તો વાંચીશું નહીં, અને જાણીશું નહીં તેમજ બોલવા માટે સજજ પણ નહીં થઈ શકીશું’. તેમને આ ડિગ્રી ‘કિંગ મહા વજિરાલોંગકાર્ન બોડિન્દ્ર દેબયાવારાંગ્કન દ્વારા પ્રાપ્ત કરી હતી. જે માટે તેણે ગત વર્ષે જ પરીક્ષા આપી હતી.
થાઈલેન્ડની જાહેર યુનિવર્સિટીમાં ડિપ્લોમાંની ડિગ્રી રાજ પરિવારના હસ્તે આપવાની પરંપરા છે. સામાન્ય રીતે ૮૦ વર્ષની ઉંમરના માજી કૃષકાય કાયા ધરાવતા હોય તેમણે જીવનના વર્ષો પૂર્ણ થવાની ઘડીઓ ગણાતી હોય ત્યારે ૮૦ વર્ષ પછી પણ ૧૦ વર્ષની મહેનત બાદ ૯૧ વર્ષની વયે આ ડિગ્રી પ્રાપ્ત કરીને ‘કિમલાન’ સૌ કોઈને માટે પ્રેરણારૂપ છે.