આજના યુગમાં વાઇ-ફાઇનો ઉપયોગ દિન-પ્રતિદિન વધતો રહ્યો છે. જો એવામાં વાઇ-ફાઇની સ્પીડ ઓછી થઇ જાય તો સ્વભાવિક રીતે થોડાક તો ગુસ્સો આવે જ ને….?

ઘણી વખત એવુ બનતુ હોય છે અથવા ઓફીસમાં વાઇફાઇની સ્પીડ ઓછી થઇ જાય છે જેથી ઇન્ટરનેટનો પણ સરખી રીતે ઉપયોગ કરી શકાતો નથી જેથી આવી મુશ્કેલીને નિવારવા આપને જણાવીશુ કે કેવી રીતે વાઇ-ફાઇની સ્પીડ વધારી શકાય.

  1. વાઇ-ફાઇ ચલાવવા માટે આપે ૮૦૨.૧૧ સ્ટેન્ડડને સપોર્ટ કરતા વાયરલેસ રાઉટરનો ઉપયોગ કરવો જોઇએ.
  2. રાઉટરનો કોર્ડલેસ ફોન, માઇક્રોવેવ ઓવન, બેબે મોનીટર્સ અને સિક્યોરિટી અલાર્મ જેવી જગ્યાઓ પાસે ન રાખવું જોઇએ.
  3. એપાર્ટમેન્ટ અને મલ્ટીસ્ટોરેડ બિલ્ડિંગમાં ઘણા બધા રાઉટર એક સાથે કામ કરી રહ્યા હોય છે. અને આવામાં આપ પોતાનું રાઉટર સાથે તેના સિગ્નલને કલેશ થવાની શક્યતાઓ ઘટી જાય છે.
  4. સાથે એ પણ જાણવુ જરૂરી છે કે અન્ય કોઇ તો આપનુ વાઇ-ફાઇ યુઝ નથી કરી રહ્યુને અને તેનાથી બચવા માટે હંમેશા ( WPA2) પાસવર્ડનો ઉપયોગ કરવો જોઇએ. જેથી આમ કરવાથી તમે તમારા વાઇફાઇ રાઉટરની સ્પીડને ઓછી થતા બચાવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.