કમાન્ડો-૨ના દિગ્દર્શક દેવેન ભોજાણી અને અભિનેત્રી અદાહ શર્મા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

બોલીવુડની કમાન્ડો-૨નું દિગ્દર્શન કરી ચુકેલા દેવેન ભોજાણીએ ‘અબતક’ સોની શુભેચ્છા મુલાકાત દરમ્યાન સારી ગુજરાતી ફિલ્મ કે સીરીયલની સ્ટોરી મળશે તો તેમાં કામ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. આ તકે તેમની સો ફિલ્મની ખુબસુરત અભિનેત્રી અદાહ શર્મા પણ ઉપસ્તિ રહી હતી.

દેવેન ભોજાણી અને અદાહ શર્મા
દેવેન ભોજાણી અને અદાહ શર્મા

દેવેન ભોજાણીએ મુલાકાતમાં કહ્યું હતું કે, પારિવારીક અને કોમેડી ફિલ્મનું દિગ્દર્શન કર્યા બાદ મને જયારે એકશન ફિલ્મ કમાન્ડો-૨ને બનાવવાની તક મળી હતી જે મારો ખુબજ સારો અનુભવ રહ્યો. મારી લવ, ક્રાઈમ, ડ્રામા અને એકશન ફિલ્મ કરવાની ઈચ્છા છે. મને ફેમીલી મનોરંજક ફિલ્મ બનાવવી વધુ ગમે છે. દેવેન ભોજાણીએ કમાન્ડો-૨ના સફળ દિગ્દર્શન પાછળ પ્રોડયુસર વિપુલ અમૃતલાલ શાહનો સપોર્ટ અતિ મહત્વનો રહ્યો હોવાનું કહ્યું હતું. તેમણે ‘અબતક’ સોની મુલાકાત દરમ્યાન ‘સારા ભાઈ વી.એસ. સારા ભાઈ’, ‘બા-બહુ ઔર બેબી’ સહિતની સિરીયલોની વાતો વાગોળી હતી.

આ તકે અભિનેત્રી અદાહ શર્માએ કહ્યું હતું કે, મારી પ્રમ ફિલ્મ ૧૯૨૦ હોરર હતી. ત્યારબાદ મને એકશન ફિલ્મ કમાન્ડો-૨ની ઓફર આવી હતી. કમાન્ડો-૨માં કામ કરવાનો અનુભવ શ્રેષ્ઠ રહ્યો છે. મારી પ્રમ ડેબ્યુ ફિલ્મ હાર્ટ એટેક હતી. મેં સાઉની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. અદાહ શર્માએ વિદ્યુત જામવાલ અને દેવેન ભોજાણી સો કામ કરવાની ખુબજ મજા આવી હોવાની વાત કહી હતી.

શનિવારે રાત્રે ૯ વાગ્યે ‘ઝી સિનેમા’માં કમાન્ડો-૨નો વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર

ભારત સરકાર કાળાં નાણાંના આ દૂષણને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે હિંદી ફિલ્મો માટે દુનિયાનું સૌી વિશાળ ફિલ્મી રંગમંચ ઝી સિનેમા કાળાં નાણાં સામે લડાઈની આવી જ એક વારતા લાવી રહી છે. આના ભાગ‚પ ૨૦ મેના રાત્રે ૯ વાગ્યાી કમાન્ડો-૨નો વર્લ્ડ ટેલિવિઝન પ્રસારિત કરાશે. માર્શલ આર્ટસ ફાઈટર અને એકશન હીરો વિદ્યુત જામવાલ સો અદાહ શર્મા, ઈશા ગુપ્તા અને ફ્રેડી દા‚વાલા અભિનિત કમાન્ડો-૨ ભરપુર એકશન અને ડ્રામા સો તમારું મનોરંજન કરવા માટે આવી રહ્યાં છે. વિખ્યાત રંગમંચ દિગ્દર્શક અને અભિનેતા દેવેને ભોજાણીના દિગ્દર્શન હેઠળની પ્રમ ફિલ્મ અને કમાન્ડો ફ્રેન્ચાઈઝીનો બીજો હપ્તો છે. કમાન્ડો-૨માં દિલધડક સ્ટંટ્સ (વિદ્યુત જામવાલે કોઈ પણ સ્ટંટ ડબલ્સ કે અશ્ર્વસજ્જાનો ઉપયોગ કર્યો ની) જોવા મલશે. કમાન્ડો કરણવીર સિંગ હોગરા (વિદ્યુત જામવાલ) વન મેન આર્મી તરીકે ભારતમાં કાળાં નાણાં લાવવાના આંતરરાષ્ટ્રીય મિશન પર નીકળી પડે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.