શરીરની સ્વચ્છતા જાળવવીએ આરોગ્ય માટે સારી હોય છે પરંતુ કેટલાક લોકો પોતાના નખ પ્રત્યે બેદરકારી રાખતા હોય છે જોકે ફેસબુક પર બ્યુટી ટેકિનશિયન જીન સ્કિનરે એક માહિતી શેર કરતા જણાવ્યું છે કે જો તમારા નખ પર કાળી લાઇન હોય તો તે કેન્સરનો સંકેત હોય શકે છે. આ બ્યુટી ટેકિનશિયનની પોસ્ટ ફેસબુક પર વાઇરલ થઇ રહી છે.

ઇંગ્લેન્ડની બ્યુટી ટેકિનશિયનના જણાવ્યાનુસાર તેની ક્લાયન્ટ જ્યારે તેની પાસે આવી હતી ત્યારે તેને નખમાં એક કાળી વર્ટીકલ લાઇન જોવા મળી હતી. અનેક લોકોએ તેને જણાવ્યું હતું કે તે લાઇન બ્લડ બ્લિસ્ટર્સ અથવા તો કેલ્શિયમની ઉણપને લીધે પણ હોય શકે છે. પરંતુ ખાસ કરાવતા જણાવ્યું હતું કે તેને મેલેનોમાં કેન્સર હતું.

અમેરિકન વેબસાઇટ NHSના જણાવ્યા મુજબ જો તમારા નખ પર ડાર્ક સ્ટ્રિપ્સ હોય તો તેને અવગણવાની ભૂલના કરશો. કારણકે તેSubungal મેલેનોમાં હોય શકે છે. આ એક પ્રકારનું સ્કિન કેન્સર છે. જે તમારા નખને ખરાબ રીતે અસર કરે છે.

બીજા સંકેતો :

મેલોનેમા થવાન સંકેત નખ ઉપરાંત શરીરના અન્ય ભાગો પર પણ જોઇ શકાય છે. આ સંકેત તમારી ચામડી પર પણ હોય શકે અને તમારા અંગુઠા તેમજ ખભા અને પીઠના ભાગે પણ જોવા મળી શકે છે. જેમાં  શરીરના અન્ય ભાગો પર તલ અથવા તલના કલર બદલવાનો પણ સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.