ઉનાળની ઋતુમાં પણ ત્વચા રુખી સુખી થતી જોવા મળે છે અને તેને મુલાયમ બનાવવા અનેક કેમિકલ યુક્ત કોસ્મેટીક્સનો ઉપયોગ કરતા હોઇએ છીએ પરંતુ તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી સ્કિનને ખાસુ નુકશાન થાય છે. અને એટલે જ ઘરે બનાવેલાં માખણમાંથી હવે ઘરે જ તૈયાર કરો એવા ફેસપુક જે ત્વચા માટે અનેક રીતે ફાયદાકાર નિવડે છે.
– કેળા અને માખણનું ફેસમાસ્ક
ફેસમાસ્કનું આ કોમ્બિનેશન ચહેરા પર પ્રાકૃતિક ગ્લો લાવે છે. આ ફેસમાસ્ક બનાવવા માટે ૧ પાકેલું કેળું અને એક ચમચી મીઠા વગરનું માખણ લઇ બંનેને મિક્સ કરો. ત્યારબાદ તે પેસ્ટને ચહેરા પર લગાવો. દસ મિનિટ રાખ્યા બાદ ઠંડા પાણી ચહેરાને સાફ કરી કોઇ મોશ્ર્ચુરાઇઝ ક્રિમ અથવા ટોનર લગાવો.
– ગુલાબજળ અને માખણનું ફેસમાસ્ક
ચહેરાની ત્વચાને સ્વસ્થ રાખવા અને ડેડસ્કીન સેલ્સ રહીત રાખવા એક મોટી ચમચી ગુલાબજળ અને એક ચમચી મીઠા વગરનું માખણ લઇ બંનેને મિક્સ કરો. અને તે ધારી પેસ્ટને ૩૦ મિનિટ સુધી ચહેરા પર લગાડીને રાખો. ત્યાર બાદ નવશેકા પાણીથી ચહેરાને સાફ કરો.
– કાકડી અને માખણનું ફેસમાસ્ક
જો તમને ત્વચાની બળતરા અને લાલાશ સતાવતી હોય તો અડધી કાકડીની પેસ્ટ બનાવી તેમાંથી બે ચમચી જેટલું કાકડીનું જ્યુસ કાઢવુું અને તેમાં મીઠા વગરનું માખણ ઉમેરવું. એ મિશ્રણને ૧૦ મીનીટ સુધી ચહેરા પર લગાડો અને ઠંડા પાણીથી સાફ કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com