ઈઆરપી સિસ્ટમ દાખલ કરવા રૂ ૨ કરોડનાં ખર્ચને નામંજુર કરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી ઓનલાઈન મળેલી સિન્ડીકેટની બેઠકમાં અનેક ચર્ચા-વિચારણા કર્યા બાદ પરીક્ષા વિભાગ અને તમામ ભવનમાં ઈઆરપી સિસ્ટમ દાખલ કરવાનો ા.૨ કરોડનો ખર્ચ નામંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સેમેસ્ટર ૫ અને ૬નાં વિદ્યાર્થીઓ કોઈ વિષયમાં નાપાસ થશે તો તે તમામ નાપાસ થયેલા પેપરોને રીએસેસમેન્ટ એટલે કે ખોલાવી શકાશે. આ ઉપરાંત સેમ-૧ થી ૪માં બે વિષયોનું પેપર ખોલાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સિન્ડીકેટની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદાઓ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અત્યાર સુધી બે જ વિષયોનાં પેપર ખોલાવી શકતા હતા પરંતુ હવે સેમ.૫ અને ૬નાં નાપાસ થયેલા વિષયોનાં પેપર ખોલાવી શકશે. આ ઉપરાંત સેમ ૧ થી ૪માં બે વિષયનાં પેપર ખોલાવવાનો નિર્ણય સિન્ડીકેટ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ લોકડાઉન સુધી પીએચડી, એમફીલ અને પીજીમાં ઓનલાઈન વાઈવાને પણ મંજુરી આપવામાં આવી છે. ઉપરાંત બી.આર્કનો નવો અભ્યાસક્રમ પણ મંજુર કરવામાં આવ્યો છે. પાંડુરામ શાસ્ત્રી આઠવલે ભારતીય સંસ્કૃતિની સ્થાપના કરવાનો પણ નિર્ણય સિન્ડીકેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ ચેર નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લગતા તમામ આઘ્યાત્મિક કાર્યક્રમો કરવામાં આવશે.
આ ઉપરાંત સુરેન્દ્રનગરની સી.યુ.શાહ અને એમ.પી.શાહ કોલેજનાં પરીક્ષા કેન્દ્ર ચાલુ રાખવાની મંજુરી અપાઈ છે. ઓનલાઈન બેઈઝ વાઈવા વોઈસને પણ મંજુરી આપવામાં આવી છે. ઉપરાંત યુનિવર્સિટીમાં પરીક્ષા પ્રક્રિયા ઓનલાઈન કરવા માટે ઈઆરપીની કામગીરી માટે પ્રતિ વર્ષ રૂ .૨ કરોડનાં ખર્ચેને મંજુરી ન આપી તેનો નિર્ણય વિચારણા અર્થે મુલત્વી રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં માનવ સંશાધન વિકાસ કેન્દ્ર દ્વારા એકેડેમિક ફેકલ્ટી અને એડમીનીસ્ટ્રેટીવ સ્ટાફ માટે રૂ.૩.૩૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જોકે પૂર્વ કુલપતિ નિલામ્બરીબેન દવે અને વર્તમાન કુલપતિ, ઉપકુલપતિને ગ્રાન્ટ મંજુર થવા ન દીધી. ગત ૩૧મી માર્ચ સુધી ગ્રાન્ટ વાપરી ન શકાતા હવે તે પરત જશે તેઓ રાજયનાં શિક્ષણ વિભાગનાં અગ્રસચિવનો પત્ર હતો જોકે તેમ છતાં આ બાબતે બુધવારે સિન્ડીકેટ બેઠકનાં એજન્ડામાં મુકાયો હતો જેમાં નકકી થયું કે એકેડેમિક
ટુર બાબતે સિન્ડીકેટ દ્વારા રચાયેલી સમિતિનાં અહેવાલ મુજબ કાર્યવાહી કેમ ન કરી ? તેનો ખુલાસો એચઆરડીસીનાં નિયામક કલાધર આર્યને પુછાયો છે.