વિદેશીની ફુડ ચેલેન્જ ઇવેન્ટસમાંથી પ્રેરણાં લઇને દિલ્હીના એક પરાઠાવાળાએ પણ ચેલેન્જ આપી છે. દિલ્હી રોહતકક બાયપાસ રોડ પર આવેલી તપસ્યા પરાઠા જંક્શન નામની દુકાન આજકાલ. તેના માલિકે આવેલી ચેલેન્જને કારણે સોશિયલ મિડિયા પર ખુબ જ છવાઇ રહી છે. તેની ચેલેન્જ એવી છે કે તેના પરોઠા હાઉસના જાયન્ટ સાઇઝના ત્રણ પરાઠા હાઉસના જાયન્ટ સાઇઝના ત્રણ પરાઠા જે વ્યક્તિ ૫૦ મિનિટમાં ખાઇ શકે તેને તે આજીવન ફ્રિમાં પરોઠા ખવડાવશે.
ત્રણ પરાઠામાં વળી શું એવુ વિચારતા હો તો જણાવી દઇએ કે આ શેપના પરાઠા ખરેખર જાયન્ટ સાઇઝના હોય છે. એક પરાઠાની વ્યાસ- સાઇઝ ૧ ફુટ ૬ ઇંચ હોય છે આજ સુધી કોઇ આ ચેલેન્જ પુરી કરી શક્યું નથી. વજન અને સાઇઝમાં ભારે હોવાને કારણે જાયન્ટ પરાઠા બનાવવામાં ખૂબ જ વાર લાગે છે.