રાજકોટના જેતપુર તાલુકાના વાડાસડા ગામની એક ઘટના સામે આવી છે જેમાં સરપંચ મહિલાના પતિ આધાર કાર્ડ પર સહી કરતા નજરે પડે છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાગૃત નાગરિક દ્વારા કરેલ એક સ્ટિંગ ઓપરેશનમાં વાડાસડા ગામના સરપંચ મહિલા પ્રભાબેન દેવજીભાઈ ખુમાણ ના પતિ દેવજીભાઈ ખુમાણ આધાર કાર્ડ ના ફોર્મ માં સહી કરતા નજરે પડે છે.
ગ્રામજનોએ આ ઘટનાની ગંભીરતા જોતા 2 જાન્યુઆરીના રોજ તાલુકા વિકાસ અધિકારી , મામલતદાર તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સરપંચ પતિ વિરુદ્ધ ફરિયાદ પણ આપેલ છે.ડીડીઓ દેવ ચૌધરી એ તપાસના આદેશ આપ્યા છે અને ટૂંક જ સમયમાં આ મામલે સખ્ત કાર્યવાહી પણ થનાર છે.
આધાર શું છે ??
આધાર એક 12 અંકવાળી સંખ્યા છે જેને યુઆઈડીએઆઈ દ્વારા સંપૂર્ણ તપાસ પ્રક્રિયા કર્યા પછી ભારતીય નાગરિકને આપવામાં આવે છે.કોઈપણ ઉંમર અથવા લિંગની વ્યક્તિ જે ભારતની રહેવાસી છે, તે આધાર ક્રમાંક માટે જાતે નોંધ કરી શકે છે. આધાર ઓળખ વ્યાસપીઠ એ ’ડિજિટલ ઈન્ડિયા’ના મુખ્ય સ્તંભોમાનું એક છે.આધારકાર્ડ ના ફોર્મ માં સરપંચ ને બદલે અન્ય વ્યક્તિ સહી કરે તે ગંભીર ગુન્હો બને છે જેથી કેટલા લોકોમાં ફોર્મમાં આ સહી કરી તે પોલીસ તપાસનો વિષય છે.પોલીસે તમામને શોધી તેની ખરાઈ કરવી જરુરી છે.જેથી ખોટી વ્યક્તીને તો આધાર નથી મળી રહ્યો ને તે પણ તપાસ માટે લોક માંગ ઉઠી છે.
ગંભીર બાબતે છે, સખ્ત કાર્યવાહી કરીશું : દેવ ચૈધરી (ડીડીઓ)
રાજકોટ ડીડીઓ દેવ ચૌધરીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલા સરપંચ ના પતિ જો આધારકાર્ડ માં સહી કરતા હોય તો તે ગંભીર બાબત ગણાય .યોગ્ય તપાસ કરી સખ્ત કાર્યવાહી કરીશું.