કોરોના સામેની જગમાં જીત મેળવવા માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય છે. લોકોમાં જાગૃતતા લાવી ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે સરકાર, સ્થાનિક તંત્ર ઉપરાંત વહીવટી અને પોલીસ તંત્ર પણ દિવસ-રાત ખડેપગે છે. પરંતુ અમુક બેખૌફ અને બે વકૂફ લોકોને નિયમ પાલનનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. આવા લોકો સામે પગલાં ભરવા આસામ સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. જે અનુસાર રાજ્યમાં હવે લોકો કોરોનાની ગાઇડલાઇનને નહીં માને તો ધોકા તો ઠીક પણ ખૂનના ગુનામાં જેલમાં ધકેલી દેવામાં આવશે. આથી આસામમાં લોકોએ કોરોના તો ઠીક પણ મર્ડરના કેસથી પણ બચવું હોય તો ઘેર જ રહેવું અને નિયમોનું પાલન કરવું આવશ્યક બન્યું છે. આસામ ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતએ ચેતવણી આપી છે કે કોઈ પણ વ્યક્તિ નિયમોનો ભંગ કરશે, મેળાવડા યોજી મોટા આયોજન કરશે તો તેની સામે “હત્યાના પ્રયાસ”નો ગુનો લાગુ થઈ જશે. આ કડક નિયમ આજથી લાગુ કરી દેવાયો છે. ડીજીપીએ વધુમાં જણાવતા કહ્યું કે
એસ.ઓ.પી.માં બપોરે 2 થી 5 વાગ્યે કરફ્યુ અને તમામ જાહેર મેળાવડા પરના પ્રતિબંધ શામેલ છે. પછી ભલે કોઈ પોલીસ પર કેસ કરે (પછીથી), અમારા કર્મચારીઓ એસઓપીનું ઉલ્લંઘન કરનારા સામે લાઠીચાર્જ કરવામાં અચકાશે નહીં. કટોકટીના આ સમયે પોલીસે સખત રહેવું પડશે અને ઉલ્લંઘન કરનારાઓ પર આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને તાકીદે એસઓપીનું સખત પાલન કરીને બીજી તરંગ સામેની લડતમાં સરકારને મદદ કરવા અનુરોધ કર્યો. ડીજીપી મહંતે ક્ધટેમેન્ટ ઝોનમાં લોકોને ચેતવણી આપી કે તેઓ નિયંત્રણોને હળવા ન લે. નિયમોનું ઉલ્લંઘન કરતા કંટેન્ટ ઝોનના લોકોના કેટલાક દાખલા અમે જોયા છે. હવેથી કંઇપણ સાંખી નહિ લેવાય.