ફૂડ એન્ડ બેવરેજ એસો.ની જિલ્લા કલેકટર, પોલિસ કમિશનર અને મ્યુ.કમિશનરને રજૂઆત
રેસ્ટોરન્ટને આગામી સોમવારથી છૂટ ન આપો તો ચાલશે બસ ફૂડ ડિલિવરીની મર્યાદા વધારી દેવામાં આવે તેવી માંગ ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવી છે. આ મામલે જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને રજુઆત પણ કરવામાં આવી છે.
રાજકોટના ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુ.કમીશનરને રજુઆત કરવામાં આવી હતી કે રાજ્યમાં આગામી તા. ૮થી રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં આવનાર છે. સરકાર દ્વારા રેસ્ટોરન્ટને છૂટ આપવામાં ન આવે તો પણ કોઈ વાંધો નથી. કારણકે આમ પણ હજુ નાગરિકોમાં થોડો ભયનો માહોલ છે. એટલે મોટાભાગના નાગરિકો ડિલિવરી માટે જ ઓર્ડર કરતા હોય છે. જેથી એવી માંગણી છે કે રેસ્ટોરન્ટને ડિલિવરીની છૂટ રાત્રે ૧૧ સુધી આપવામાં આવે.