ચિત્તભ્રમ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 1170 લોકો પર સર્વે હાથ ધરાયો: 42 ટકાને દુ:સ્વપ્ન આવે છે જયારે 57 ટકાની યાદશક્તિમાં ઘટાડો થયો
આપણા જીવનમાં આપણે જુદા જુદા પ્રકારની અવનવી સમસ્યાનો સામનો કરતા હોઈએ છીએ.એ સમસ્યા વ્યક્તિલક્ષી હોય, સમાજલક્ષી હોય કે સ્વાસ્થ્યલક્ષી હોય. દરેક જીવ કોઈને કોઈ મુશ્કેલી,તણાવ, ડર, ભય કે મુશ્કેલીનો સામનો કરતો હોય છે. જયારે કોઈ કુદરતી આફત આપણી સામે આવી જાય છે ત્યારે જાણે આપણે સાનભાન ખોઈ બેસીએ છીએ. વાતાવરણની કોઈ અસર થાય છે કે કેમ એની સુધબુધ પણ રહેતી નથી. આ અસર કોઈ રોગ,દવા,કે વધુ પડતા નશાનો ઉપયોગ પણ હોઈ શકે. કુદરતી આફતનો ડર જાણે હાવી થઇ જાય છે. આ ડર જયારે વધારે પડતો મગજ પર કે માનસિક પ્રક્રિયા પર થાય છે ત્યારે માણસ તરફ ધકેલાય છે.જે વ્યક્તિને તેની જાણ પણ હોતી નથી.આ લક્ષણો ક્યારેક ચિતભ્રમના પણ હોય શકે.આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.ડિમ્પલ રામાણીએ કોરોના થયેલા 1170 લોકો પર સર્વે હાથ ધરેલો છે. સર્વેના તારણો નીચે મુજબ આવેલ હતા.
82% લોકો એવું માને છે કે કોવિડ પછી જીવન વ્યવહારમાં ગંભીર અસર થઇ હોય તેમ લાગે છે. 68% લોકો બદલાતી માનસિક સ્થિતિમાં બેધ્યાનપણું જોવા મળે છે.74% લોકો વાતાવરણ સાથે કે પરિસ્થિતિ સાથે સમાયોજન કરી શકતા નથી.59% લોકો એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી અનુભવે છે.61% લોકો કોઈ એક બાબત પર સતત ધ્યાન આપી શકતા નથી. 44% લોકોને પોતાની સમજણ શક્તિમાં ઘટાડો જોવા મળે છે.ક્યારેક અન્ય બાબતને સમજવી મુશ્કેલ બને છે.72% લોકોને કાર્યમાં અલ્પસક્રિયતા જોવા મળે છે.60% લોકોને પોતાની ઊંઘચક્રમાં ફેરફાર જોવા મળે છે.42% લોકોને દુ:સ્વપ્ન આવે છે.57 %લોકોને યાદશક્તિમાં ઘટાડો કે વિક્ષેપ જોવા મળે છે. 61% લોકો જટિલ બાબતોની સમસ્યાઓનો ઉકેલ લાવવા અસમર્થ રહે છે.
- ચિત્તભ્રમ વિકૃતિ શું છે?
ચિત્તભ્રમ સામાન્ય સ્થિતિમાં જોવા મળતી એક ગંભીર ગુંચવણભરી અને માનસિક વિકૃતિ છે. જેમાં વ્યક્તિ મૂંઝવણ અનુભવે છે અને તેને તેની આસપાસના વાતાવરણની કોઈ સમજ રહેતી નથી. તેની શરૂઆત ઘણીવાર અચાનક થાય છે. તે સામાન્ય રીતે શરૂ થવામાં થોડા કલાકો અથવા દિવસો લે છે.ચિત્તભ્રમ સાથે સંકળાયેલા એક કરતાં વધુ પરિબળો હોઈ શકે છે જેમ કે ગંભીર તબીબી સમસ્યા,કોઈ રોગ, દવાઓ, ચેપ, શસ્ત્રક્રિયા, અથવા નશીલા પદાર્થનો ઉપયોગ.ચિતભ્રમ વિકૃતિ મગજ સબંધિત હાજર બિમારી કે નવી ઉભી થઇ રહેલી સમસ્યાના કારણે જોવા મળે છે.
- ચિત્તભ્રમ થવાના કારણો
ક્ષ ચિત્તભ્રમ ત્યારે થાય છે જ્યારે મગજને સંદેશો મોકલવાની અને પ્રાપ્ત કરવાની ક્ષમતા નબળી પડી જાય છે. આ નુકસાન થવા પાછળ ઘણા પરિબળો છે, જેના કારણે આપણા મગજની પ્રવૃત્તિઓમાં અવરોધ આવે છે. ક્ષ ચિત્તભ્રમ ડિહાઇડ્રેશન અને ચેપનું કારણ બને છે જેમ કે ન્યુમોનિયા અને ત્વચા અને પેટના ચેપ, કેટલીક અન્ય સ્થિતિઓ જે ચિત્તભ્રમનું જોખમ વધારે છે. ક્ષ ઉન્માદ ક્ષ તાવ અને નાના ચેપ, મોટે ભાગે બાળકોમાં ક્ષ સાંભળવામાં કે બોલવામાં તકલીફ ક્ષ અસંતુલિત પોષણ અથવા પાણીનો અભાવ ક્ષ ગંભીર, ક્રોનિક અથવા રિકરિંગ બીમારી ક્ષ મલ્ટીપલ ડ્રગ સારવાર ક્ષ ડ્રગ અથવા આલ્કોહોલનો ઉપયોગ
- કેટલાક પ્રકારની દવાઓ તમારા ચિત્તભ્રમનું જોખમ વધારી શકે છે
પીડા દવાઓ ( માથાના દુખાવાની દવા) ક્ષ ઊંઘની ગોળીઓ
એલર્જી દવાઓ
તાણ અને હતાશા માટે દવાઓ
પાર્કિન્સન રોગની દવાઓ
આંચકી
અસ્થમાની દવાઓ