Abtak Media Google News

Table of Contents

  • ભેજવાળી હવા, વધુ પરસેવા અને સતત ભીના રહેતા વસ્ત્રોને કારણે ફૂગનો ચેપ વધુ લાગે છે
    રિપોર્ટર: અરૂણ દવે,

પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ખંજવાળ અને ચામડીના રોગો થવાની શકયતાઓ વધુ જોવા મળે છે. લાલચામઠા, ફૂગ, ગળાના પાછળના ભાગે જીણી ફોલ્લીઓ વિગેરે સમસ્યા રૂટીનમાં જોવા મળે છે, કયારેક તો માથામાં ફોલ્લી થવાથી ખંજવાળ વધુ આવવાથી ત્વચાની સાથે વાળની તકલીફ પણ થાય છે. સિન્થેટીક અને ટાઈટ કપડા પહેરવાથી આ સમસ્યા વકરે છે.

ચોમાસાનું વાતાવરણ ભેજ વાળુ અને  ઉકળાટ વાળુ હોવાથી પરસેવાને કારણે કપડામાં ભેજ રહી જાય છે, અને દાદર જેવી સમસ્યા જોવા મળે છે. ટાઈટ કપડા પહેરવાથી ચામડીના છિદ્રો પુરી દે અને ચામડીને  શ્ર્વાસ ન લેવા દેવાથી રીંગ વોર્મ કે દાદર થતી જોવા મળે છે. બીજુ ચોમાસાના પાણીમાં ભીના બૂટ કે મોજા સતત પાણીમાં રહેવાથી પગના આંગળા વચ્ચે અને નીચેની  ચામડી સફેદ થાય, ચીરા પડે અને ખુબજ ગંધ આવે છે. ચોમાસુ શરૂ થતાં જ કેટલાકને  આખા શરીરને ખંજવાળ આવે છે. ચોમાસામાં શીળસ,  એલજી, ખંજવાળ જેવી સમસ્યા વધુ વકરે છે.

અત્યારના સમયમાં ચામડીના વિવિધ રોગોમાં મેડીકલ સ્ટોર્સમાંથી  સીધી દવા કે ટયુબ ન લેતા ડોકટરની  સલાહ મુજબ ટ્રીટમેન્ટ લેવી વધુ હિતાવહ છે. ઘણીવાર સ્ટીયોઈડ ને કારણે ચામડી ફાટી જવાની સમસ્યા જોવા મળે છે.

ચામડીના રોગ થાય તો એન્ટિબાયોટીક  ક્રિમ લગાડવી: ડો. ભરત ટાંક

અબતક સાથે વાતચીત કરતા ડો. ભરત ટાંકે જણાવ્યું કે તે ત્વચા રોગ નિદાન માટે છેલ્લા 25 વર્ષનો અનુભવ છે. ચોમાસાની ઋતુમાં કોટનના કપડા પહેરવા અને કપડા ગરમ પાણીમાં ધોવા જોઈએ જેથી ત્વચા પર થતા રોગ ન થાય ધાધર, ગુમડા જેવા રોગ ન થાય શરીરમાં જયાં પરસેવો થતો હોયં ત્યાં પાવડર લગાડવો અને જયાં ઈન્ફેકશન હોય ત્યાં એન્ટીબાયોટીક ક્રિમ લગાડવી અને કપડા કોટનના પહેરવા અને ઈન્ફેકશન થાય તો તુરંત સારવાર કરવી જેથી વધુ ફેલાય નહિ.

ચોમાસામાં બહારનું  જમવાનું ટાળવું: ડો. સુરેશ જોશીપુરા

અબતક સાથે વાતચીત કરતા ડો. સુરેશ જોશીપુરાએ જણાવ્યું કે ભેજ વાળા વાતાવરણને કારણે ત્વચા રોગ વધુ થાય છે. તેથી શરીરને કોરૂ રાખવું અને કપડા ગરમ પાણીમાં ધોવા અને બાળકો ખાબોચીયા વાળા પાણીથી દૂર રાખવા અને  ત્વચા રોગ થાય તો તુરંત સારવાર લેવી એન્ટીબાયોટીક ક્રીમ લગાડવી તેથથી ઝડપથી મટાડી શકાય.

ત્વચા રોગ ફેલાય તો તુરંત સારવાર લેવી જેથી વધુ ફેલાય નહીં: ડો. મુકેશ રૂપારેલીયા

અબતક સાથે વાતચીત કરતા ડો.મુકેશ રૂપારેલીયાએ જણાવ્યું કે દેવર્શ કિલિનીકમાં 28 વર્ષથી કાર્યરત છે. ચોમાસામાં ટિનિયા નામનો ત્વચા રોગ બહુ થાય છે. અને ભીના  કપડાથી વધુ ફેલાય છે. અને જો ઈન્ફેકશન ફેલાય તેની સારવાર તુરંત કરવી સ્ટિરોયડ વારી ક્રિમ લગાડવી અને અલગ કપડા રાખવા અને દિવસમાં ત્રણવાર નહાવું અને બહારનું ઓછુ ખાવું અને સ્વચ્છ કપડા  પહેરવા તેથી ત્વચા રોગ ઓછા થાય.

ચોમાસામાં કોટનના કપડા પહેરવા: ડો. ચેતન લાલસેતા

અબતક સાથે વાતચીત કરતા  ડો. ચેતન લાલસેતાએ જણાવ્યું કે શ્રધ્ધા હોસ્પિટલમાં 21 વર્ષથી કાર્યરત છે. ચોમાસાની  ઋતુમાં ચામડીના રોગો વધુ જોવા મળે છે. જેથી ચામડીના રોગોથી બચવા માટે  કોટનના  કપડા પહેરવા અને પરસેવો થતો હોય ત્યાં પાવડર લગાડવો ખોરાકમાં  ગળી વસ્તુ ઓછો ઉપયોગ કરવો અને ભીના કપડા થયા હોય તો તુરંત બદલી લેવા તથા  ત્વચા રોગ થાય તો તુરંત  સારવાર લેવી અને બાળકોને  સર્દી ઉધરસ ખુબ થાય છે. તેથી બહારની વસ્તુ ખાવાની ટાળવી.

વર્ષાઋતુમાં ‘ત્વચા’ની સંભાળ નહીં રાખો તો સર્જાશે સમસ્યા

ભેજવાળી હવા, વધુ પરસેવા અને સતત ભીના રહેતા વસ્ત્રોને કારણે ફૂગનો ચેપ વધુ લાગે છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.