પનીરનું નામ સાંભળીને હર કોઇ વ્યક્તિના મોં માં પાણી આવી જાય છે પરંતુ પનીર માત્ર ખાદ્ય તરીકે નહી પણ એના ઘણા ફાયદાઓ છુપાયેલા છે. જે આજે અમે તમને જણાવીશું.

હેલ્થ માટે ઉપયોગી છે. પનીર…

  • – પનીરમાં હાઇ-પ્રોટીન હોય છે જે શરીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વધારીને દાંત અને હાડકાઓને મજબુત કરે છે. તથા આનાથી જોડો (સાંધામાં)ના દુખાવમાં પણ રાહત મળે છે.
  • – પનીરમાં લૈકટોઝની માત્રા ખૂબ ઓછી હોય છે. જેનાથી દાંતોની આયુષ્ય (સેહત) બની રહે છે. અને તેનાથી નુકશાનપણ થતુ નથી.
  • – હાઇપ્રોટીન હોવાથી શરીરનું વજન વધતુ નથી. સાથે સાથે આ ઇન્સ્યુલિન રેજીસ્ટેન્સ સિંડ્રોમથી પણ બચાવે છે.
  • – રાત્રે ઉંઘ ન આવતી હોય અથવા વારંવાર ઉંઘ ટૂટતી હોય તો સુતા પહેલા પનીર ખાવાથી ઉંઘ સારી આવે છે. અને પનીરમાં એમીનો એસિડ હોવાથી જે તણાવ ઓછુ કરવા અને ઉંઘ સારી લાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
  • – આર્થરાઇટીસમાં પણ પનીર સેવન લાભકારક છે. પનીરમાં પ્રોટીન કેલ્શિયમ અને તેની ઉચ્ચમાત્રામાં વિટામિન તથા મિનરલ્સ હાજર હોય છે.
  • – ડાયાબિટિઝના દર્દીઓ માટે પનીર ખૂબ ફાયદાકારક છે. કારણે કે તેમા હાજર રહેલ ઓમેગી થ્રી ફેટી એસિડ હોમોસિસ્ટિનનું સ્તર ઘટાડે છે.
  • – પ્રેગ્નેન્સીની શરૂઆતમાં થનારી કોમન સમસ્યામાં પણ ડાયટમાં પનીર સામેલ કરવાથી ઘટાડો થાય છે. જેમાં વિટામિન્સ હોય છે. જે શરીરમાં કેલ્શિયમને યોગ્ય રીતે અવશોષણમાં હેલ્પ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.