પૂરતી ઉંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે. તમારી જીવનશૈલીની જલક તમારા આરોગ્ય પર પડે છે પૂરતીં ઉંઘ લેવાથી ત્વચા પણ સ્વસ્થ રહે છે માટે ખોટા ઉજાગરા ન કરવા એ એક યોગ્ય વિકલ્પ છે. અમેરિકન જર્નલ દ્વારા પબ્લિશ કરાયેલા એક અભ્યાસ મુજબ સામે આવ્યું કે રાત્રે વધુ ઉંઘ લેવાથી તમારી ખાન પાનની આદતો સ્વસ્થ બને છે. આ ઉપરાંત ઓછી ઉંઘ લેવાથી થતી અસરો વિશે પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેને પ્રમાણે ઓછી ઉંઘ લેતા લોકોની ખાવાની આદતો નબળી હતી ત્યારે પુરતી ઉંઘ લેતા લોકો વધુ ખાઇ શકે છે.
પરિક્ષણ દરમ્યાન લોકોને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા જે રાત્રે પૂરતી ઉંઘ લેતા અને સારુ ખાતા હતા. ત્યારે મોડે સુધી જાગી ઓછી ઉંઘ લેનારા લોકોની ખોરાક લેવાની આદત પણ નબળી હતી. અભ્યાસના તારણો મુજબ જાણવા મળ્યું કે વધુ ઉંઘ લેવાથી શુગર લેવલમાં ઘટાડો થયો જો કે ફ્રી શુગર વાપરતા ઉદ્યોગો મધ, સિરપ અને જ્યુસ માટે હાલ શુગરનો ઉપયોગ કરતા હોય છે. રિસર્ચરોને આધારે જીવનશૈલીનમાં થોડો ફેરફાર કરવાથી તમે હેલ્ધી ખોરાકની આદતો મેળવી શકશો. અને સારો આહાર લઇ તંદુરસ્તી મેળવી શકશો.