હસો હસવામાં જીએસટી નહીં લાગે 

અહી એક નહીં 365 દિવસ ઉજવાય છે લફિંગ ડે

રાજકોટ:એવું કહેવાય છે કે, ‘હસે એનું ઘર વસે’ આ કહેવત આપણે વારંવાર બોલતા અને સાંભળતા હોઈએ છીએ અને ખરેખર હસવું એ દરેક માણસના નિજાનંદ માટે જરૂરી છે. હસવાથી માણસ બે ઘડી તનાવમુકત થાય છે. હાસ્યની ક્ષણ દરેક માટે અદ્ભૂત અને યાદગાર બની જતી હોય છે. આપણે વાતોમાંથી હાસ્ય મળી રહે છે. એટલે કે હાસ્યને કયાંય શોધવા જવાની જરૂર નથી. હસવાના શરીર માટે પણ ઘણા ફાયદા રહેલા છે. આપણે હસવા ઉપર વાત કરી રહ્યાં છીએ ત્યારે આવતીકાલે ‘વિશ્વ હાસ્ય દિવસ’ છે.

laught27

દર મે મહિનાનો પ્રથમ રવિવાર હાસ્ય દિન તરીકે ઉજવાઈ છે. હાસ્ય દિવસની શરૂઆત સૌપ્રથમ ભારતમાં ૧૧ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ કરવામાં આવી હતી. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ તંદુરસ્તી, વિશ્વ શાંતિ અને નિજાનંદ માટેનો છે.

laugh25

જો કે આજના તનાવ મુકત જીવનમાં અને ટેકનોલોજીના યુગમાં હાસ્ય માણસથી દૂર થઈ રહ્યું છે. માણસ હસવા માટે સંકુચિત બની ગયો છે. એટલે છેલ્લા કેટલાંક વર્ષોથી લાફીંગ કલબોની શરૂઆત થઈ છે. જેના થકી કોઈ એક રમણીય જગ્યાએ કે બગીચામાં લોકો ભેગા મળી ખળખળાટ હસે છે અને આનંદ મેળવે છે.

હસે એનું ઘર વસે, ન હસે એનુ ખસે: દિનેશભાઈ લીંબડ

vlcsnap 2019 05 04 09h55m42s58

લાફીંગ કલબના દિનેશભાઈ લીંબડે હાસ્ય દિવસ નીમીતે ‘અબતક’ સાથેની વાતચીતમાં હું અહીં ૧૫ વર્ષથી આવુ છું, અહીં આવવાથી મારી તંદુરસ્તી ટનાટન છે. દરેક હસવુ જોઈએ. કહેવત મુજબ જે હસે એનું ઘર વસે પરંતુ જે ન હસે તેનું ચોકકસ ખસે છે.

૮૨ વર્ષ પુરા થયા પરંતુ એવું લાગતુ નથી: અરવિંદભાઈ

vlcsnap 2019 05 04 09h55m23s110

લાફીંગ કલબના સભ્ય અરવિંદભાઈએ આજે તેમના જન્મદિને ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે આજે ૮૨ વર્ષ પુરા થયા છે પરંતુ શારીરિક રીતે આ ઉંમરે હું ઘણો તંદુરસ્ત છું, લાફીંગથી મને ઘણો ફાયદો થયો છે.

૮૪ વર્ષની ઉંમરે તબિયત ટનાટન છે: ભદ્રાબેનvlcsnap 2019 05 04 09h56m30s7

સ્વીમર અને લાફીંગ કલબમાં જોડાયેલા ભદ્રાબેને ‘અબતક’ની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મારી ઉંમર આજે ૮૪ વર્ષની છે. હું કલબની શ‚આતથી જ અને દરરોજ સવારે ચાલીને આવું છું, હસવાથી મારી તંદુરસ્તી ખુબ સારી છે, હું સ્વીમીંગ પણ કરું છું.

અમુલ્ય જીવનમાં હસવાની એક ક્ષણ પણ ન છોડો: સાંઈરામ દવે

vlcsnap 2019 05 04 11h42m18s759

વિશ્વ હાસ્ય દિવસ નીમીતે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જાણીતા અને માનીતા લોકપ્રિય હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે, હસવા માટે કોઈ એક દિવસ નથી હોતો જે દિવસ તમે હસ્યા નહીં તે દિવસ તમે કંઈક ચુકયા, પરંતુ આજના ટેકનોલોજીના યુગમાં નેચરલ હાસ્ય ભુલાતુ જાય છે તેથી હાસ્ય કલબો અને હાસ્ય દિવસ મનાવવા પડે છે. તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

૫૦ જણા સાથે હસે એના કરતા કુદરતી હાસ્ય વધુ અસરકારક છે. એટીટયુડવાળા લોકો બહુ હસી નથી શકતાં અથવા હસવાનું રોકી લે છે એવું ન થવું જોઈએ. આપણે કેળાની છાલ પર લપસી પડીએ તો બીજા હસે છે પણ આપણે આપણી જાત પર હસી નથી શકતા એટલે કે હાસ્ય ગુલામ બન્યું છે. પરંતુ આપણે પણ આપણી જાત પર હસી લેવું જોઈએ. આજે જેમ માણસ સુધરતો ગયો છે તેમ વધુ સંકુચિત બનતો ગયો છે.

ટેકનોલોજીના યુગમાં આજે ઘરે ઘરે હાસ્ય પહોંચ્યું હોય એવું લાગે છે ? તેના ઉત્તરમાં સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે, આજે માધ્યમો વધ્યા છે. પરંતુ હાસ્ય નથી વધ્યું. ઘણી વખત જાહેર હાસ્યના કાર્યક્રમોમાં પણ કોઈ જ્ઞાતિ પ્રત્યે હસી મજાક થઈ જાય તો માફા-માફી સુધી જવું પડે છે. એટલે કે આજે માણસ પોતાની જાતિ-જ્ઞાતિ ઉપર પણ ઘણી વખત હસવાનું ટાળે છે. સાંઈરામ દવેએ અંતમાં જણાવ્યું હતું કે, એક ક્ષણ પણ હસવાનું ન ચુકી જવાથી હાસ્ય મળે, જયાં તમે આનંદની પળ માણી શકો તે એક પણ ઘટના કે અવસરને ન ચુકો, પેટ પકડીને હસો અને શરીરને પણ તંદુરસ્ત બનાવો તેમ કહ્યું હતું.

લાફીંગ ઉપરાંત અમારો પરિવાર વિવિધ સામાજિક કાર્યો પણ કરે છે: જેન્તીભાઈ માંડવીયા

vlcsnap 2019 05 04 09h54m49s45

રેસકોર્સ લાફીંગ કલબના જેન્તીભાઈ માંડવીયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમારો પરિવાર માત્ર સવારે હસવા જ નથી આવતો પરંતુ અમે સાથે મળી પ્રવાસ યોજીએ છીએ તો અનેક સામાજિક અને જીવદયાની પ્રવૃતિઓ પણ કરે છે.

લાફીંગ ખુબ જ જરૂરી, પરંતુ અવેરનેસ નથી: અરવિંદ વોરા8 3

રાજકોટમાં ૧૫ જેટલી ચાલી રહેલી લાફીંગ કલબના જનરલ સેક્રેટરી અરવિંદભાઈ વોરાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, લાફીંગ કલબના સભ્યો એક સ્થળે એકઠા થાય છે. અથવા તો પોત-પોતાની કલબોમાં કસરત કરીને જુદા જુદા મનોરંજન કાર્યક્રમો ગોઠવે છે અને તંદુરસ્તી અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરે છે. લાફટર ડેના દિવસે બધા મેમ્બરો ભેગા મળીને પ્રોસેશન પણ કાઢે છે.

હાસ્ય ખરેખર તો એક પ્રકારની શારીરિક કસરત જ છે એ ધ્યાનમાં રાખી તેમાં ફકત વિનોદવૃતિ અને મજાકીયા વૃતિ જ રહેલી છે. એમ માની લેવું ભુલ ભરેલું છે. સમૂહમાં જયારે આ કસરત કરવામાં આવે છે ત્યારે લોકો બાળક જેવો આનંદનો સંચાર થઈ જાય છે અને અન્યોન્યના હાસ્યથી ઉત્પન્ન આંદોલનો તેમનામાં ગજબની સ્ફ્રૂર્તિ પેદા કરે છે. ગુજરાતમાં ૩૯૧, અમદાવાદમાં ૧૬૦ અને રાજકોટમાં ૧૫ લાફીંગ કલબ ચાલે છે.

 હસવાની પળ જ મારો સૌથી શ્રેષ્ઠ સમય: ડો.બાનુ ધકાણ

vlcsnap 2019 05 04 09h56m42s155

લાફીંગ ડે નીમીતે ‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મને કોઈ પુછે કે તમારી સૌથી શ્રેષ્ઠ પળ કઈ ? તો હું એક જ જવાબ આપીશ કે અહીં દરરોજ જેટલો સમય લાફીંગ અને કસરત થાય છે તે જ મારો સૌથી સારો સમય છે. લાફીંગથી શરીરમાં નવી ઉર્જા પ્રગટે છે જેથી તંદુરસ્તી પણ સારી રહે છે. અહીં બાબા રામદેવે સુચવેલી કસરતો કરાવવામાં આવે છે.

અનલીમીટેડ ૨૪ કલાકના ટેન્શનમાંથી મુકિત અપાવે છે માત્ર હાસ્ય: ગુણવંતભાઈ ચુડાસમા

IMG 20190504 WA0080

જાણીતા હાસ્ય કલાકાર ગુણવંતભાઈ ચુડાસમાએ ‘હાસ્ય દિન’ નિમિતે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે માણસ એટલો ટેન્શનમાં હોય છે કે થાંભલા સાથે ભટકાઈ છે અને સોરી કહીને નિકળી જાય છે. આવા ૨૪ કલાકનાં અનલીમીટેડ ટેન્શનવાળા જીવનમાંથી માત્ર હાસ્ય જ મુકિત અપાવી શકે છે.

આજે હાસ્ય ઘટવાનું મુખ્ય કારણ પરંપરાગત જે તહેવારો ઉજવાતા તેનું પ્રમાણ ઘટયું છે એટલે માણસને મનોરંજનની જરૂર પડી છે. જીવનના નવરસમાંથી સૌથી શ્રેષ્ઠ હાસ્ય રસ છે. હાસ્ય માત્ર એક દિવસ માટે નહીં પરંતુ ૩૬૫ દિવસ હોવું જોઈએ લાફીંગ કલબો કરતાં ઓરિજનલ હાસ્ય વધુ લાભદાયક છે. વોટસએપ, ફેસબુકમાં આવતા જોક, મનોરજંન કરતા લાઈવ, જાહેર કાર્યક્રમો, હસાયરામાં જમીન-આસમાનની ફેર પડતો હોવાનું ગુણવંતભાઈએ અંતમાં જણાવ્યું હતું.

હસવાના ફાયદા

  • ડાયાબીટીશ ક્ધટ્રોલમાં રહે
  • હાર્ટ એટેક અને બ્રેન સ્ટોક સામે રક્ષણ
  • ડિપ્રેશન દૂર થાય
  • માથાનો દુ:ખાવો, માઈગ્રેનમાંથી મુક્તિ
  • સારી ઉંઘ, હકારાત્મક અભિગમ વિકસે

રાજકોટમાં ચાલતી લાફીંગ કલબ

  •  રેસકોર્ષ ગાર્ડન
  •  સોરઠિયાવાડી ગાર્ડન
  •  સત્યસાંઈ હોસ્પિટલ સામે
  •  ન્યુ એરા લાફીંગ કલબ
  •  ઈન્દિરા ગાંધી સર્કલ લાફીંગ કલબ
  •  વીર ભગતસિંહ ગાર્ડન લાફીંગ કલબ
  •  મહારાણા પ્રતાપ લાફીંગ કલબ
  •  નિલકંઠનગર લાફીંગ કલબ
  •  ન્યુ બાલમુકુંદ લાફીંગ કલબ
  • નારાયણનગર લાફીંગ કલબ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.