ઘણી વખત આપણે શરીરમાં હવાના પ્રેશરના કારણે છીંક આવતી હોય છે ત્યારે સામૂહિકમાં હોય ત્યારે આપણે છીંક ખાવાનું ટાળતા હોઇએ છીએ પરંતુ આમ કરવું આરોગ્ય માટે નુકશાનકારક બની શકે છે આ એક ભૂલ ઘાતક બની શકે છે. તાજેતરમાં જ એક યુવકે પોતાના નાક અને મોંઢુ બંધ રાખીને છીંકને રોકવાનો પ્રયાસ કરતા તેને ગળામાં ઝણઝણાહટ થઇ હતી ગળામાં સોજો આવી ગયો હતો તે કંઇ પણ ગળી શકતો ન હોતો અને આમ કરવાથી તેનો અવાજ પણ જતો રહ્યો હતો બ્રિટનના લીસેસ્ટર યુનિવર્સિટી હોસ્પિટલના ડોક્ટર્સે તેની સારવાર કરી હતી સાત દિવસ હોસ્પિટલમાં જીંદગીથી લડ્યા બાદ તેની મુશ્કેલી થઇ હતી.
આપણે જ્યારે પણ છીંક ખાઇએ છીએ ત્યારે ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ગતિએ હવા આપણા શરીરમાંથી બહાર આવતી હોય છે. જો આપણે હવાના આ પ્રેશરને રોકવાનો પ્રયત્ન કરીએ તો છીંકની સાથે સાથે શરીરમાંથી નીકળનારી આ હવા પણ શરીરમાં જ ઉલ્ટી અસર કરે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સસ હેલ્થ સાયન્સ સેન્ટરના હેડ અને નેકના સર્જન ડો.જીયાંન્ગ ઝિયાન્ગ જણાવે છે કે આ એક વિચિત્ર પરંતુ સત્ય છે કે છીંક રોકવાથી પીઠ પર બંદૂકથી લાગેલી ગોળી જેટલું શરીરમાં નુકશાન પહોંચે છે. છીંકને જબરદસ્તી રોકવાનો પ્રયાસ કરવાથી ફેફ્સામાં નુકશાન થઇ શકે છે. છીંક એટલા માટે આવે છે કે શરીરના બેક્ટેરીયા અને વાયરસ બહાર નીકળી જાય આવી સ્થિતિમાં જો તમે છીંક રોકવાનો કરશો તો શરીરના અન્ય કોઇભાગમાં નુકશાન પહોંચી શકે છે. માટે જ્યારે પણ છીંક આવે ને ત્યારે ખાય જ લેવી જોઇએ શર્માયને તેને રોકવાની જરુરી નથી.