સુપ્રીમ કોર્ટના આદેશથી વર્ષ ૨૦૧૨માં તમામ રજીસ્ટર્ડ વાહનોમાં હાઇ સીકયુરીટી નંબર પ્લેટ ફરજિયાત બનાવાઇ છે

તમામ રજીસ્ટર્ડ વાહનોમાં હાઇ સીકયુરીટી નંબર પ્લેટ હોવી ટ્રાન્સપોર્ટ વિભાગે ફરજીયાત બનાવ્યું છે અને આ માટે કડક વલણ પણ દાખવ્યું છે. જેમાં ૧પ જાન્યુઆરીથી જો હાઇ સિકયુરીટી પ્લેટ નહી હોય તો રૂ ૫૦૦ નો દંડ ભોગવવો પડશે તેમ ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું છે.

તમામ નવા વાહનોમાં હાઇસીકયુરીટી નંબર પ્લેટ (એચએસઆરપી) હોવી વર્ષ ૨૦૧૨માં ટ્રાન્સપોર્ટ વિભાગે ફરજીયાત બનાવ્યું હતું. જો કે વર્ષ ૨૦૧૨ પહેલાના રજીસ્ટર્ડ વાહનોન એચએસઆરનીમાંથી  છુટ આપવામાં આવી હતી પરંતુ હવે ટ્રાન્સપોર્ટ વિભાગે નકકી કર્યુ છે. કે નવેમ્બર વર્ષ ૨૦૧૨ પહેલાના વાહનોમાં પણ હાઇસીકયુરીટી નંબર પ્લેટ ફરજીયાત છે. જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટના આદેશથી વર્ષ ૨૦૧૨માં ટ્રાન્સપોર્ટ વિભાગે વાહનોમાં હાઇસીકયુરીટી નંબર પ્લેટ ફરજીયાત બનાવી હતી.

વર્ષ ૨૦૧૫ના નવેમ્બર માસમાં સુપ્રીમ કોર્ટે હાઇ સીકયુરીટી નંબર પ્લેટને લઇ ગુજરાત, આસામ, દીલ્હી, હરિયાણા અને બીહારને નોટીસ ફટકારી હતી અને એચએસઆરપીને ફરજીયાત  બનાવવા આઠ અઠવાડીયામાં જવાબ આપવા કહ્યું હતું. જેના પરીણામે રાજયમાં હાઇ સીકયુરીટી નંબર પ્લેટ ફરજીયાત બનાવાઇ છે. ત્યારે હવે ૨૦૧૨ પહેલાના વાહનોમાં પણ ફરજીયાત પણે એચએસઆરપીને લગાવવા ટ્રાન્સપોર્ટ વિભાગે ટકોર કરી છે.

આ માટે ટ્રાન્સપોર્ટ વિભાગે તમામ જીલ્લાની આરટીઓને સુચના આપી દેવાઇ છે. જયાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર હાઇ સીકયુરીટી નંબર પ્લેટ લગાવાશે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટુ વ્હીલરમાં હાઇ સીકયુરીટી નંબર પ્લેટ લગાવવા રૂ ૮૯ આરટીઓ દ્વારા વસુલાય છે. જેની સાથે અરજદારે રૂ ૧૪૦ એકસ્ટ્રા ચુકવવા પડશે. જયારે ફોર વ્હીલ માટે આરટીઓ રૂ ૪૦૦ વસુલે છે. ડીલસોને રૂ ૧૫૦ વધુ વસુલાની છુટ અપાઇ છે. જેના પગલે અરજદારે કુલ રૂ ૫૫૦ ચુકવવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.