વડોદ ડેમ સાઇટ પર કામ કરતી પેટા એજન્સીઓની રજૂઆત

વડોદ ડેમથી સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમો ભરવા પાઇપલાઇનનું કામ કરાયુ હતુ. આ કામ પૂરું થવા છતાં હિન્દુસ્તાન પ્રોજેકટ નીચે કામ કરતી એજન્સીઓને આ કામના નાણા ન મળતા કલેકટર કચેરીમાં રજૂઆત કરાઇ હતી.જેમાં સાત દિવસમાં નાણા ન ચુકવાય તો ઉપવાસ અને આત્મવિલોપન કરીશું.

સરકારની સૌની યોજના અંતર્ગત લીંબડી ભોગાવો વડોદ ડેમથી ૩ હજાર ડાયામીટરની પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્રના ડેમો ભરવાનું આયોજન કરાયુ છે.આ માટેનું કામ પ્રતિભા યોગીરાજ જેવીની થર્ડ પાર્ટી હિન્દુસ્તાન પ્રોજેકટને અપાયુ હતુ.

જે કામ ફેબ્રુઆરી ૨૦૧૭માં પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. કરાર મુજબ કામના પૈસા છ માસમાં દેવાના હતા. પરંતુ હિન્દુસ્તાન પ્રોજેકટ નીચે કામ કરતી કંપનીઓને નાણા ન મળતા રોષની લાગણી ફેલાઇ છે.આથી મારૂતિ ક્ધસ્ટ્રકશન કંપની, ઉબેર પ્રોજેકટસ, દર્શન ક્ધસ્ટ્રકશન, શ્રીજી ક્ધસ્ટ્રકશન, શિવશકિત ક્ધસ્ટ્રકશન સહિતની કંપનીના માલિકો દ્વારા ક્લેકટર કચેરીમાં રજૂઆત કરાઇ હતી.

આ રજૂઆતમાં જણાવાયા મુજબ પેમેન્ટ ન ચૂકવાતા તેમની નીચેની કંપનીઓ દ્વારા કોર્ટ કેસ કરાયો છે. જેથી કંપનીઓને મુદતો ભરવાનો વારો આવ્યો છે. આથી વડોદ ડેમ સાઇટ પર મૌન ધરણા યોજવામાં આવનાર છે.આ ઉપરાંત જો ૭ દિવસમાં નાણા ન મળે તો ઉપવાસની ચીમકી અપાઇ છે. છતાં જો નિકાલ નહીં થાય તો આત્મવિલોપન કરીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.