તમે કામ કરતા હોવ કે બહાર ક્યાંક ફરવા ગયા હોય અથવા વરસાદની સિઝનમાં ખાસ અચાનક કોઇ જીવડું કરડી જાય અથવા તો કાનમાં કોઇ જીવજંતુ પેસી જાય છે, ડંખ મારી દે તો તેના માટે શું કરવુ? આવા સમયે તાત્કાલિક સારવાર માટે ડોક્ટર પાસે જવુ શક્ય નથી તેમજ ઘણીવાર ડોક્ટરની રાહમાં મોડુ પણ થઇ જાય છે. આમ સાપ, વીંછી, ગરોળી જેવા જીવ કરડે તો શરીરમાં ઝેર ફેલાવવાનો પણ ખતરો રહે છે આ સમયે ઉપચાર માટે કેટલાક ખાસ ઘરેલુ ઉપાય અપનાવવા બહુ જરૂરી બની જાય છે.
– કાન ખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાન ખજુરો નીકળી જશે અને આરામ થશે.
– મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડાવાથી પીડા મટે છે.
– મધમાખીના ડંખ ઉપર સુવાને સિંધવ મીઠુમાં પાણી સાથે વાટી લગાવવાથી ફાયદો થાય છે.
– ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી ફાયદો થાય છે.
– કાન ખજૂરાના ડંખ ઉપર ગોળ બાળીને લગાવવાથી દર્દ દૂર થાય છે.
– કોઇપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.