કહેવાય છે ને કે વ્યક્તિમાં જોમ અને જુસ્સો હોય તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. આજ રોજ ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ  છે. ઘણી જગ્યાએ દીવ્યંગો જે ચાલી શકતા નથી જે જોઈ શકતા નથી પરંતુ ગુજરાતમાં પરિવર્તન ઈચ્છે છે તે માટે મતદાનને પોતાની નૈતિક ફરજ સમજીને મતદાન કરવા પહોંચે છે. ત્યારે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં એક પ્રેરણા દાઈ કિસ્સો સામે આવ્યો છે.

આપણને ઘણી વાર સામાન્ય બીમારીના લીધે દરરોજ ચાલતા ટાઈમ-ટેબલમાં ફેરફાર કરી નાખતા હોય છે ત્યારે આજ રોજ એક યુવતીએ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થઈને તરત જ પોતાની ફરજ પૂરી કરી હતી. યુવતીએ રાજકોટમાં ન્યુરોસર્જરીના ઓપરેશન કરાવ્યા બાદ 18 દિવસ હોસ્પિટલમાં સારવાર લઈને ડિસ્ચાર્જ થતા જ પવિત્ર મત આપવાનો નીર્ધાર કર્યો હતો. આ જાગૃત મતદાતાએ જીદ કરી મતદાન કર્યું હતું.

Screenshot 16 1

વધુમાં અબતક સાથે વાતચીત કરતા તેણીએ જણાવ્યું હતું કે સૌએ મતદાન કરવું જોઈએ. મતદાન આપણી નૈતિક ફરજ છે. વધુમાં તેણીએ માતાને જણાવ્યું હતું કે જો મને મતદાન કરવા નહિ લઈ જાવ તો હું જમીશ નહિ.

અંધ મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન માટે શ્રેષ્ઠ પ્રેરણા પૂરી પાડી

રાજકોટમાં વધુ એક પ્રેરણાદાઈ કિસ્સો સામે આવ્યો છે જેમાં અંધ મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન માટે શ્રેષ્ઠ પ્રેરણા પૂરી પાડી છે. રાજકોટમાં વિધાનસભા ૭૦ બેઠક પર ૨૧ અંધ મહિલાઓએ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચ દ્વારા અંધ મહિલાઓના મતદાન માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.