લાંબુ જીવવા માટે આરોગ્ય જાણવી રાખવું ખૂબ જ અગત્યનું છે. લોકો વિટામિન, મીનરલનાં નામે બજારમાંથી ઘણાં મોંઘા પ્રોડક્ટસ લેતા હોય છે. પરંતુ તેને બદલે અમુક પ્રકારના બી ખાવામાં આવે તો. તે તમારા તબિયત હંમેશા તંદુરસ્ત રાખશે. અમુક બી બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ આપણને ખબર જ નથી કે લાંબી આયુષ્ય માટે લાભદાયી છે. અમુક પ્રકારના બી ખાવાથી તમે સ્વસ્થ જીવન જીવી શકો છો.
– સુરજમુખીના બી..
વિટામિન ઇ અને ફોલાઇટથી ભરપુર સુરજમુખીના બી ખૂબ જ ગુણકારી છે. તેમાં ૬૦ ટકા વિટામિન ઇ રહેલું છે. જે શરીરનો કણોને નુકશાનથી બચાવે છે. અને સેન્સર જેવી જટીલ બિમારીથી પણ બચાવે છે.
– તલ ખાવાથી ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, અને કેન્સર જેવી જટીલ બિમારીઓથી રક્ષણ મળે છે જે ઝીંકનો સારો સ્ત્રોત છે તો પુરુષોની સેક્સ્યુઅલ હેલ્થ પણ સુધારે છે.
– સાચા ઇનકા પેરુના શિખરો પણ જતા બીજ છે. જેમાં પ્રોટીન ઓમેગા ૩,૬ અને આલ્ફા ૯ રહેલાં છે. વજન ઘટાડવા અને ડાયાબિટીઝ માટે આ એક સુપર ફુડ છે.
– આ ઉપરાંત કોળાના બીજમાં પણ ૧૬ ટકા આર્યન રહેલું છે. કોળાના બીજમાં અન્ય ડ્રાયફ્રુટ્સ કરવા પણ વધુ પોષક તત્વો રહેલાં છે. જે બ્લડ શુગર કંટ્રોલ કરે છે. બંને ડાયાબિટીઝથી રક્ષણ અપાવે છે.
– શણના બીનો ઉપયોગ દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. ચીનમાં છેલ્લા ૩૦૦૦ વર્ષોથી તેમાંથી દવાઓ બનાવાય છે. આ ઉપરાંત વાળ અને ચામડી માટે ખૂબ જ યોગ્ય છે. તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરુપ બને છે.
– આળસીનાં બીજ અને ખૂબ જ લાભદાયક છે. તે મગજ માટે પણ સારો આહાર છે, તે ઉમ્રને લગતી તકલીફોથી શરીરને રક્ષણ અપાવે છે. અને કેન્સરથી પણ બચાવે છે.