ગુજરાતમાં જ નહીં લગભગ દેશભરમાં ટ્રાફિકને લગતી સેન્સના અભાવને કારણે ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ હોય છે. સામે તંત્ર દ્વારા પણ નીતિનિયમોને દંડ દ્વારા સમસ્યા ખાળવાના પ્રયત્નો કરવામાં આવતાં હોય છે. પૂણેમાં આ સંદર્ભે કરાયેલો નવો પ્રયોગ ચર્ચાનો વિષય બન્યો છે.ગુજરાતના શહેરોના વાહનવિભાગ પણ આ પ્રકારના સ્પીડ બ્રેકર વિશે વિચારી શકે છે.
મહારાષ્ટ્રના પૂણેમાં અમાનોરા પાર્ક સર્કલ પર મૂકાયેલ સ્પીડ બ્રેકર તેની ડિઝાઇનને લઇ આકર્ષણ અને ચિંતા, એમ એકસાથે લોકોના ધ્યાનમાં આવી ગયું છે. કારણ કે આ સ્પીડ બ્રેકરનું નામ જ ટાયર કીલર છે. આ સ્પીડ બ્રેકર પરથી વાહનચાલક યોગ્ય દિશામાં જ જતો હશે તો ગતિ ધીમી કરીને સરળતાથી જઇ શકે છે, પરંતુ જો સામેની સાઇડેથી એટલે કે રોંગ સાઇડથી આવ્યાં તો તમારા વાહનના ટાયરને પંકચર થવાની તૈયારી રાખવી પડશે. પૂણે ટ્રાફિકવિભાગનો આ પ્રયોગ રોંગસાઇડના વાહનોને નિયંત્રિત કરવામાં સફળ રહેશે તો આ સ્પીડ બ્રેકરોની માગ વધવાની એ ચોક્કસ.હાલ પૂણે ઉપરાંત હૈદરાબાદમાં પણ આ પ્રકારના સ્પીડ બ્રેકર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com