ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરતા બે સામે નોંધાતો ગુનો
રાજકોટમાં આવારા તત્વોનો ત્રાસ વધ્યો હોય તેમ બેફામ બન્યા છે.ત્યારે ગઈકાલે તો પોલીસ સાથે ઝપાઝપી કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં બજરંગવાડી વિસ્તારમાં સાહેબ ગોલાના માલીકે પોલીસને ‘બીજી વાર આવશો તો માર ખાશે’ કહી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરતા પોલીસે ગોલાના વેપારી સામે ગુનોનોંધી તેની ધરપકડ કરી છે.
વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હાર્દીકભાઈ સાંગાએ પોતાની ફરીયાદમાં જણાવ્યું ંહતુ કે, ગઈકાલ રાત્રે તેઓ પીસીઆરમાં ઈન્ચાર્જ તરીકે ડયુટીમાં હતા ત્યારે કંટ્રોલ રૂમ તરફથી વર્ધીમળી હતી જેમાં બજરંગવાડી વિસ્તારમાં અમૂક આવારા તત્વો ગાળો બોલી રહ્યા હોવાનું જાણવા મળતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને તપાસતા સાહેદ બોલા પાસે ખૂબજ લોકોની ભીડ હતી. અને રોડ પર વાહનો આડેધડ પાર્ક કરવામાં આવ્યા હતા જેથી કોન્સ્ટેબલ હાર્દિકભાઈએ તે બાબતે ગોલાના દુકાનના માલીક અશરફને ગાળો કોન બોલતું હતુ તે બાબતે પૂછયું હતુ જેથી અશરફે ઉશ્કેરાઈ પોલીસ સ્ટાફ સાથે તોછડાઈ ભરી રીતે વાત કરી હતી. અને ‘બીજી વાર આવશો તો માર ખાશો’ કહી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
જેથી હોમગાર્ડ મહિપાલસિંહ દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા આરોપી અશરફ ત્યાંથી ભાગી ગયો હતો બાદ પ્ર.નગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પોલીસના ફરજમાં રૂકાવટ કરનાર અશરફ સામે અને અસલમ સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.