ઘરમાં ઘણી વખત શાપિત વસ્તુઓ આવી જાય તો વાસ્તુદોષ થઇ શકે છે. પરંતુ તમે ક્યારેય કોઇ એવી પેઇન્ટિંગ જોઇ છે જેને ઘરમાં રાખવાથી ઘરમાં આગ લાગી જાય ? ધ ક્રાઇંગ બોય પેઇન્ટીગનું કંઇક આવુ જ છે. આ પેઇન્ટિંગ પર એવો આરોપ છે કે તેને ઘરમાં રાખવાથી ઘર બળી જાય છે. તેને જ્યાં પણ ટાંગવામાં આવે ત્યાં આગ લાગી જાય છે. આ પેઇન્ટિંગ કોઇ સામાન્ય તસ્વીરકારે નહીં પરંતુ ઇટલીના મશહૂર ચિત્રકાર જિયોવની બ્રાગોલિલની છે. તેણે વર્ષ ૧૯૮૫માં રડતા બાળકની ક્રાઇંગ બોય નામની પેઇન્ટિંગ બનાવી હતી જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. તો આ પેઇન્ટિંગ પ્રખ્યાત થઇ જતા તેની ઉપર પેઇન્ટીગની આખી સીરીઝ તૈયાર કરવામાં આવી હતી.
પરંતુ તેને જેટલી ખ્યાતી મળી તેટલી જ બદનામી પણ મળી કહેવાય છે કે જ્યારે લોકોએ આ પેઇન્ટિંગ ખરીદીને ઘરમાં લગાવી તો તેમનું જીવન બરબાદ થઇ ગયું તો ઘણાના ઘરોમાં આગ પણ લાગી હતી. આ પેઇન્ટિંગની ૫૦ હજારથી પણ વધુ કોપી બનાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડરોના હિસાબે તેવા ૧૫ ઘરોમાંથી તેમણે આગ બુજાવી હતી જેનું કારણ ધ ક્રાઇંગ બોય રહ્યું હતું. પછી તો આ સિલસિલો જારી જ રહ્યો એક પછી એક એવી ઘટના બનતી જ ગઇ જ્યારે લોકોએ આ પેઇન્ટિંગ ઘરમાં રાખવાનું બંધ કરી દીધી જ્યારે આ પ્રકારની ઘટના બનતી પણ બંધ થઇ ગઇ હતી માટે લોકોએ માની લીધું કે જિયોવની બ્રાગોલિલની ‘ધ ક્રાઇંગ બોય’ એ શ્રાપિત પેઇન્ટીગ છે જેને ઘરમાં રાખવાથી આગ લાગે છે.