ફેસ્ટિવલ સીઝનમાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાને લીધે ખરીદદારોને એક સારી તક મળી છે સતત સોનાનાં ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. વૈશ્ર્વિક બજારમાં મંદીને કારણે લોકલ જ્વેલર્સની ડિમાન્ડ ઘટી છે. આ કારણે સોનાનો ભાવ ૧૦૦ રુપિયા તૂટીને ૩૦,૭૦૦ રુપિયા પ્રતિ ગ્રામ આવી ગયો છે. દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૩૦,૫૫૦ રુપિયા બોલાયો જર્મનીની રાજનિતિક ગતિવિધિઓ વધવાને લીધે અમેરિકન ડોલરમાં મજબૂતી અને યુરોમાં ઘટાડાની સાથે વર્તમાન લોકલ હાજર બજારમાં જ્વેલર્સની ડિમાન્ડ નબળી પડી છે. અને તેના લીધે સોનાના ભાવમાં નરમાઇ આવી છે. વૈશ્ર્વિક સ્તરે સિંગાપુરમાં સોનું ૦.૪૨ ટકા ઘટીને ૧૨૯૧.૬૦ ડોલર પ્રતિ ઓંસ નોંધાયુ. જો કે ચમકીલી ધાતુ ચાંદીમાં તેજી નોંધાઇ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અને સિક્કા મેન્યુફેક્ચરર્સની ડિમાન્ડને લીધે ચાંદીના ભાવમાં ૨૫૦ રુપિયાનો વધારો નોંધાયો અને તે ૪૦.૭૫૦એ બંધ થઇ. બીજી તરફ સાપ્તાહિક ડિલિવરીમાં ચાંદીના ભાવ ૭૫ રુપિયા તૂટીને ૩૫.૫૫૦ રુપિયે કિલો રહ્યો છે.
તહેવારોમાં ‘ચાંદી નહીં ‘સોનુ’ ખરીદશો તો રહેશો ફાયદામાં…!!
Previous Articleહવે 46 માં પણ 3 ગણી તેજ ડેટા સ્પીડ આપવાની એરટેલની તૈયારી…!!
Next Article બાજીરાવ રણવીર હવે કપિલ દેવની ભૂમિકામાં…!!