ઓ.એલ.એકસમાં આર્મી ઓફિસરની ખોટી ઓળખ આપી સસ્તા ભાવે વાહનો વેચવાની જાહેરાત મુકી ઓનલાઇન પોતાના બેંક ખાતામાં રૂપિયા મંગાવી વાહનો ન આપી છેતરપીંડી કરતી આંતરરાજય ટોળકીના મુખ્ય સુત્રધારને લોધીકા તથા ગોંડલ તાલુકા પોલીસની ટીમે ઝડપી લીધો છો. પકડાયેલ મુખ્ય સુત્રધાર તથા તેના સાગ્રીતોએ ગુજરાત સહિત અનેક રાજયોમાં ઠગાઇ કર્યાનું ખુલ્યું છે.
ઓનલાઇન છેતરપીંડી કરી ગુન્હો આચરતી ટોળકીના સખ્સન અનેગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુન્હામાં એક વર્ષની નાસતો ફરતો આરોપી જમશેદખાન આસીમખાન રે. અલધાણી જી. ભરતપુર રાજસ્થાન ભરતપુરમાં આવ્યો હોવાની બાતમી મળતા લોધીકાના પી.એસ.આઇ. કિરણબા જાડેજાની ટીમ તથા ગોંડલ તાલુકા પોલીસની ટીમે રાજસ્થાનના ભરતપુરમાં છાપો મારી આરોપી જમશેદ ખાનને દબોચી લીધો હતો.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ પકડાયેલ જમશેદખાન આંતર રાજય ટોળકીનો મુખ્ય સુત્રધાર હોવાનું અલગ અલગ કારના ફોટાઓ ફેસબુક તથા ઓ.એલ.એકસ જેવી એપ્લીકેશનમાં મુકી તેમાં મોબાઇલ નંબર લખી વાહન સસ્તા ભાવે વેચવાની જાહેરાત કરી કોઇ ગ્રાહકનો ફોન આવે તો પોતે આર્મી ઓફિસર હોવાની ખોટી ઓળખ આપી પોતાની ટ્રાન્સફર થઇ હોવાનું કહી ફોન કરનાર સાથે વિશ્વાસ કેળવી તેની પાસેથી રૂપિયા પોતાના અલગ અલગ ખાતામાં મંગાવી વાહન ન આપી છેતરપીંડી કરતા હતા. આ ટોળકીએ બે વર્ષમાં ગુજરાત સહિત અનેક રાજયોમાં અસંખ્ય ગુન્હાઓ આચરેલ છે.પકડાયેલ જમશેદખાનએ ગુજરાત સહિત અન્ય રાજયોમાં કેટલા ગુન્હાઓ આચરી છે.આ કામગીરીમાં લોધીકાના પી.એસ.આઇ. કિરણબા જાડેજા સાથે એએસઆઇ સુરભીબેન કેશવાળા પો.કો. શીવભદ્રસિંહ ગોહિલ તેમજ ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કો. મદનસિંહ જેઠુસિંહ ચૌહાણ, છત્રપાલસિંહ જે. જાડેજા, ડ્રા. મનદીપસિંહ જાડેજા તથા અભયરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.