રાજ્યમાં લાગુ કરાયેલા અધકચરા લોકડાઉન સામે અનેક ક્ષેત્રના વેપારીઓ નારાજ છે. મોટાભાગના સેકટરો ચાલુ હોય ત્યારે માત્ર અમુક વેપાર-ધંધા જ બંધ રાખવાના આદેશથી વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, જો કોરોનાની ચેઈન તોડવી હોય તો સંપૂર્ણ લોકડાઉન લગાડવું જરૂરી છે. મીની લોકડાઉનથી અનેક નાના વેપારી-ધંધાર્થીઓ આર્થિક મુશ્કેલી માં મુકાયા છે. મીની લોકડાઉનથી ખાસ કરીને લારી અને ગલ્લાવાળા ઓને આર્થિક સંકડામણ ભોગવવા નો વારો આવ્યો છે. હાલ તો નાના-મોટા વેપારીઓ સોશિયલ મીડિયામાં પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે અમે સાત દિવસનું લોકડાઉન માંગ્યું તો 15 દિવસનું મીની લોકડાઉન મળ્યું. ખરેખર કોરોનાને નાથવો હોય તો સંપૂર્ણ લોકડાઉન જરૂરી છે.
કોરોનાની ચેઇન તોડવા માટે વિવિધ વેપારી એસોશિએશનની માંગણી બાદ રાજય સરકારે પ્રથમ અને દ્વિતિય મીની લોકડાઉન જાહેર કરતા વેપારીઓ હવે અકળાઇ ઉઠયા છે અને વેપારીઓ પોતાની વ્યથા સોશ્યલ મીડિયા દ્વારા ઠાલવી રહ્યા છે. મીની લોકડાઉન અને અર્ધકચરા લોકડાઉન લાદવા બદલ સરકારી જાટકણી કાઢી રહ્યા છે.વેપારીઓનું કહેવુ છે કે, જો કોરોનાની ચેઇન તોડવી હોય તો સંપૂર્ણ લોકડાઉન જરૂરી છે. માત્ર અર્ધકચરા લોકડાઉનથી કોરોના ટાઢો નથી પડે વેપારીઓનું કહેવુ છે કે મીની લોકડાઉનના સમયમાં માત્ર વેપારી વર્ગ જ શા માટે ઘરમાં બેસવાનો ? નોકરીઓ ચાલુ, કંપનીઓ ચાલુ, અનાજ-કરિયાણાની દુકાનો ચાલુ, બેકરીઓ ચાલુ, ટ્રાન્સપોર્ટ ચાલુ, મેડીકલ ચાલુ, ફેકટરીઓ ચાલુ, શાક માર્કેટ ચાલુ, ફ્રૂટની માર્કેટ ચાલુ, શેર બજાર ચાલુ, દુધની ડેરીઓ ચાલુ અનેક જરૂરીયાતની ગણી તેને ચાલુ રાખવામાં આવે છે. જયારે માત્ર રેડીમેડ, પાનની દુકાનો, ચા ની રેકડીઓ, સોની અને ઇલેકટ્રોનીક, દરજી, બુટ-ચંપલવાળા, સાયકલવાળા, મોબાઇલની દુકાનો, ફરસાણની દુકાન આ તમામ દુકાનો જ શા માટે બંધ છે. વેપારીઓ સોશ્યલ મીડિયામાં જણાવી રહ્યા છે.
સંપૂર્ણ લોકડાઉન લાદઇ તો કોરોનાની ચેઇન તુટે અને વધારે રાહત મળે. આપણે ગયા વર્ષનો અનુભવ પણ છે.વેપારીઓનું કહેવુ છે કે માત્ર 10-12 વર્ગની જ દુકાનો બંધ રાખીને હેરાનગતિ થાય છે. એટલુ જ નહી આર્થિક નુકશાની અને માનસિક રીતે પણ મુશીબત પડે છે. નાના વેપારીઓ મુશકેલીમાં મુકાયા છે. વેપારીઓ સોશ્યલ મીડિયામાં જણાવી રહ્યા છે કે મીની લોકડાઉનના સમયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને કાબુમાં પણ આવ્યો નથી. ઉદ્યોગ રોકટોક વગર ચાલુ રહે અને વેપારીઓને રોકવાથી સંક્રમણ ઘટી જશે તેની ગેરેંટી નથી. લગ્નની સીઝન ચાલુ પણ તેને લગતી તમામ દુકાનો અને વ્યવસાયઓને મંજૂરી આપવી જોઇએ.