ડ્રાઇ સ્કીનએ હંમેશા ચહેરાની ચમકને ઓછી કરી દે છે. તેને દુર કરવા કોઇ પાર્લરમાં જાવાની જરૂર નથી. ઘરના નુસ્કાથી કામ થઇ જાશે. મોટા ભાગમાં સ્કિનનો પ્રોબ્લમ શિયાળામાં જોવા મળે છે. કારણકે શિયાળામાં ગુલાબી ઠંડીના કારણે આપની સ્કીન ફાટી જાય છે અને હોઠ અને હાથ-પગ ફાટવા મંડે છે.
ડ્રાઈ સ્કિન
શિયાળામા ગરમ પાણીની વરાળ જરૂર લો. કારણ કે આ ઋતુમાં ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ ઘણા લોકોને થાય છે. આવામાં સ્ટીમ લેવાથી ડ્રાઈ સ્કિનની સમસ્યામાંથી રાહત મળે છે.
કેળા :
ડ્રાઇ સ્કીનને દુર કરવા માટે કેળાની પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો ત્યાને તેને થોડીવાર માટે રહેવા દો. ત્યાર બાદ તેને સાફ પાણીથી ધોઇ લો. આથી ડ્રાઇ સ્કીનમાં ઘણો ફર્ક જોવા મળશે.
શહદ :
ચહેરાના ડેડ સેલ્સને હટાવવા માટે શહદનો ઉપયોગ ફેસ સ્કુબ બનાવવા માટે થાય છે. આ સ્કુબ બનાવવા માટે મીઠુ ખાંડનો પાઉડર, લીંબુનો રસ અને મધને મીક્સ કરીને ચહેરા પર લગાવો આનાથી ચહેરાના ડેડ સેલ્સ હટશે અને ચહેરાની ચમક પણ વધશે.
ગ્લીસરીન :
કાચા દુધમાં ૨-૪ ટીપા ગ્લીસરીન નાખીને તેને ચહેરા પર લગાવો આનાથી ત્વચા કોમળ બનશે.
છાસ :
છાસ માંથી બનેલા ફેસપેકથી ડ્રાઈ સ્કિન, ટેનિંગ, ડાઘથી છુટકારો મેળવી શકાય છે. ડ્રાઈ સ્કિનથી છુટકારો મેળવા માટે અઠવાડિયામાં એક વાર છાશમાં થોડું જવનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવી લો, હવે આ પેસ્ટને તમારી સ્કિન પર સારી રીતે લગાવો. ફેસપેક સૂકી જતા તેને હૂંફાણા પાણીથી ધોઈ લો.