બદલતી રૂતુમાં શરદી ઉધરસની તકલીફ સામન્ય રીતે રહતી જ હોય છે , શિયાળામાં ઠંડીને લઈને કફ ઉધરસ થતું હોઈ છે પણ જો ચોમાસામાં પણ શરદી થઈ તો સુ કરવું જોઈએ તેના વિષે આજ હું તમને માહિતગાર કરીશ , હળદરનો ઉપયોગ તો શરદીમાં હિતાવહ છેજ પણ વરાળ એટ્લે કે નાસ લેવાના પણ અનેક ફકયદાઓ રહેલા છે જેમાં કોઈ પણ પ્રકારના સાઇડ ઇફેક્ટ નથી અને આ પદ્ધતિ સરળ અને ઉપયોગ પણ છે શરદીમાં વરાળ લેવાથી કફ પણ ઠીક થસે અને તેના કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી .
આ ઉપરાંત વરાળ લેવાના ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ છે વરાળ લેવાથી સ્કીન ટોન સુધરે છે જે ત્વચા પરની ગંદગી હટાવીને તેને સુંદર બનાવે છે . માટે કાયમી ધોરણે વરાળ લેવાથી તમે કોઈ પણ પ્રકારના બ્યુટિ પ્રોડક્ટ વિના ખૂબસૂરતી મેળવી શકો છો અને મેકઅપથી થતાં સ્કીન ડેંજરથી બચી શકો છો.
તેમજ ભાપ લેવાથી ત્વચાની કરચલીયો અને ડેડ સ્કીન સેલ્સથી પણ છુટકારો મેળવી સકો છો , ચેહરા પર મોઇશ્ચર જાળવી રાખવા માટે પણ વરાળ લેવાથી ફાયદાઓ થાય છે જેનાથી તમે તાજા પણ રહશો અને ત્વચામાં ભેજ પણ જળવાઈ રહસે ,આ ઉપરાંત વરાળ લેવાથી ચેહરા પરના ખીલમાથી પણ છુટકારો મળે છે ત્વચાના છિદ્રોમાં રહેલી ગંદગી પણ દૂર થાય છે ,જે લોકોને કાયમી માટે શરદીનો કોઠો રહતો હોય તેના માટે વરાળ લેવી ખુબજ ફાયદાકારક છે ,સ્વાસ અને દમના દર્દીઓ માટે ભાપ લેવાની સલાહ ડોક્ટરો પણ આપતા હોય છે .