હાનિકારક પ્રદૂષણ બહાર પૂરતું મર્યાદિત રહેલ નથી. આ પ્રદૂષણ હવે ઘર અને ઓફિસ માં પણ લોકોને અસર કરે છે. પણ પ્રદૂષણ રોકવામાં કેટલાક છોડ મદદરૂપ થાય છે. જે આપણે ઘર કે ઓફિસમાં રાખી શકીએ છી.જે ઘર અને ઓફિસના વાતાવરણ ને શુધ્ધ રાખીશકીએ છી.
એલોવેરા
બાલ્કની હોય, ડ્રોંઈગ રૂમ હોય અથવા તો રૂમની બારી , નાના પાટ માં લગાડેલા એલોવેરાના છોડને તમે ઘરના દરેક ખૂણામાં રાખી શકો છો જ્યાં થોડો પણ સૂર્ય પ્રકાસ આવતો હોય ત્યાં રાખી શકાય છે. તેના માટે થોડી માવજતની જરૂર હોય છે. આના માટે વધારે સમય ખર્ચ કરવો પડતો નથી.
આ છોડ દેખાવમાં જેટલું સુંદર છે.તેટલાજ તેના ફાયદા પણ છે. આ હવાથી બેજેજન અને ફોર્માલ્ડિડીયાઇડ જેવા કેમિકલને સાફ કરવા માટે મદદરૂપ થાય છે. જેનાથી ઘરમાં થી દૂષિત હવા નાશ થાય છે. ઉપરાંત, તેના પડદામાંથી જેલ એટલે કે એલોવેરા જેલ સ્વાસ્થય માટે ફાયદા કારક છે.
બેંબુ પામ
બેંબુ પામ કે છોડ ખુબ પ્રખ્યાત છે. તેને ઓછા ભેજ વાળી જગ્યાએ ઉગાળવું સરળતા રહે છે. ઘરનાં ઓરડા અથવા લિવિંગ રૂમમાં તમે તેને સરળતાથી રાખી શકો છો.
આ છોડ હવામાંથી બેજજીન, ફોર્માલ્ડિહાઇડ અને ટ્રાઈક્લોરોથોથિન જેવાં રાસાયણિક પદાર્થોને દૂર કરે છે, સાથે સાથે હવામાં ભેજ અને પર્યાવરણને પણ ઠંડું રાખે છે.
રબર પ્લાન્ટ
બાલ્કની અથવા પછી ઘરની શોભા વધારવા માટે શું સારું છે તે વિકલ્પ હશે. તે જોવામાં જેટલું ખુબસુરત છે, જ્યાં પણ સૂર્યની પ્રકાશ વધુ હોય તેવી જગ્યાએ આ રબર પ્લાન્ટ લગાડી શકાય છે.
આ પ્લાન્ટને ખૂબ જ સરળતાથી ઉછેરી શકાય છે. અને ઘરમાં હવાના ઝેરી તત્વોનો નાશ કરે છે. ખાસ કરીને ફોરમલ્ડિહાઇડ દૂર રાખે છે.
મની પ્લાન્ટ
ઘરના કોઈ પણ ખૂણા પર, ડાયનિંગ ટેબલ પર પણ મની પ્લાન્ટ તમે સરળતાથી રાખી શકો છો. તેની ખાસિયત એ છે કે તેના ડાળખી પણ ઉગાડો તો તે જળ પકડે છે.
આ ઘરને સારો દેખાવ તો આપે છે. પરંતુ સાથે સાથે હવાથી ફોર્મલડીહાઇડ પણ દૂર કરવામાં મદદ કરે છે.
તુલસી
ઘરમાં તુલસીનો છોડ ઉગાડવો એ આપણી સંસ્કૃતિનો ભાગ છે. તેનાથી ફાયદા પણ છે. ઘરમાં ઓછા તડકા વાળી જગ્યા જેમ કે બાલ્કની, બારાન્ડા, વિંડો વગેરે.જગ્યાએ ઉગાડી શકો છો.
આ મચ્છર,કીડા ઓને દૂર કરે છે અને હવામાં ઓક્સિજનની માત્રામાં ઝડપી વધાર કરે છે. ઉપરાંત આ હવાથી ઘણા હાનિકારક રસાયણો અને બેક્ટેરિયાનો નાસ કરે છે.