આ સમસ્યાઓમાં આદુ ખાવુ શરીર માટે જોખમી છે.

સામાન્ય રીતે ઘરમાં એવી પરંપરા હોય છે કે આદુ ખાવાથી ફાયદા અંગે ઘરડા અને વડીલો દ્વારા જાણકારી આપીને તે ખાવાની સલાહો આપવામાં આવે છે. પણ કેટલાક કિસ્સાઓમાં આદુ ઔષધિને બદલે ઝેરનું કામ કરે છે.

આદુ ઘણા રોગોમાં ફાયદારૂપ હોય છે. તેમજ ખાંસી, શરદી, ઠંડી લાગવી જેવા રોગોમાં દવાનો બદલે આદુ વધારે કારગત સાબિત થાય છે. કારણકે તેમાં કુદરતી રીતે ગરમ છે. અને તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વ હોય છે. પણ કેટલાક રોગો એવા પણ છે કે જેમાં આદુ ઔષધિ નહી પણ ઘાતક સાબિત થાય છે. તેવી સમસ્યાઓ દરમિયાન આદુનુ સેવન ક્યારેય ન કરવું.

આદુમાં રહેલા તત્વો સ્નાયુઓ તથા પાચન શક્તિ સુધારે છે. જો સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય તો નુકસાનકારક સાબિત થાય છે. પ્રેગ્નેન્સીના અંતિમ દિવસોમાં તો આદુથી દૂર જ રહેવુ હિતાવહ છે. અને સામાન્ય માત્રામાં આદુ લેવામાં આવે તો સવારની આળસ, થાક દૂર થાય છે. પણ તે ખાતા પહેલા જાણકાર ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઇએ.

અમુક દવાઓ લેતા હોય ત્યારે!!!

જો હાઇ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટિસની દવા ચાલતી હોય તો આ સ્થિતિમાં આદુની નકારાત્મક અસર પડે છે. આદુથી લોહીનું પરિભ્રમણ ઉચું થઇ જાય છે. અને લોહીનું દબાણ ઘટાડે છે. જે શરીર માટે લાભદાઇ છે. પણ તમે આ પ્રકારની દવાઓ ન લેતા હોય તો. કારણકે આ દવા સાથે આદુમાં રહેતા તત્વો મળવાથી તેની શરીર પર વિકૃત અસર પડે છે.

જો કોઇ વ્યક્તિ વજન વધારવા માટે સ્ટ્રગલ કરી રહી હોય અને આદુવાળી ચા જ પીવી જોઇએ. આદુમાંં પુષ્કળ રેસા હોય છે.જે PH લેવલ વધારે અને જે પાચક ઉત્સેચકીને વધારે છે. જેનાથી ચરબી બળી જાય છે. અને વધતુ નથી. જો કોઇ વ્યક્તિને વજન વધારવું હોય અને તે દરરોજ આદુવાળી ચા પીતી હોય તો વજન વધારવામાં મુશ્કેલી ઉભી થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.