ભારતમાં ચીનની સરખામણીએ ૧૨ ગણી વધુ બિમારીઓ
દેશના દરેક રાજયો, આર્થિક નબળા તેમજ અસુવિધાજનક રાજયોમાં હવે ટી.બી. અને ડાયરિયા જેવી જુની બિમારીઓના બદલે લાઈફસ્ટાઈલથી જોડાયેલી બિમારીઓ આર્થિક જીવલેણ સાબિત થઈ રહી છે. ઈન્ડિયા સ્ટેટ લેવલ ડિસીઝ બર્ડન ઈનિશટિવ્સનાં રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટના આધારે દરેક રાજયોની બિમારીઓની પેટર્નમાં ફેરફારો થયા છે પરંતુ હજુ પણ દરેક રાજયોના આંકડામાં મોટા ફાસલાઓ છે.લાઈફસ્ટાઈલ સંબંધી બિમારીઓમાં સૌપ્રથમ ૧૯૮૬માં પ્રભાવિત થનારા રાજયોમાં કેરલ, તામિલનાડુ, ગોવા, હિમાચલ પ્રદેશ અને પંજાબ શામિલ હતા. જેમાં સૌથી છેલ્લા દૌરમાં આ બિમારીઓથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યામાં ભારે વધારો નોંધાયો હતો. જેમાં ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઝારખંડ, રાજસ્થાન અને ઓડિશાનો સમાવેશ થાય છે.આ રાજયોમાં ભારતની ૫૯ કરોડની વસ્તીઓ છે. રિપોર્ટ પ્રમાણે ૧૯૯૦ થી લઈને ૨૦૧૬ સુધીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. જેમાં બાળકો અને માતાના કુપોષણથી થતી બિમારીઓમાં ૧૯૯૦ બાદ ઘટાડો થયો હતો. ગત વર્ષની વાત કરવામાં આવે તો ભારતમાં બાળક અને કુપોષિત માતાની બિમારીયા ચીનની સરખામણીએ ૧૨ ગણુ વધુ છે.