આજનાં ઝડપી યુગમાં માનવી શોર્ટટેમ્ટ બનતો જાય છે. વારે વારે વાતમાં ગુસ્સે થઇ જાય છે. અને ઘણીવાર એ ગુસ્સાને શાંત કરવાના બદલે દબાવે છે પરંતુ આવું કરવાના બદલે દબાવે છે. પરંતુ આવું કરવામાં આવી શકે છે ઘાતક પરિણામો….. આ બાબતે મનોવૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે ગુસ્સો દબાવવાથી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલા માટે ગુસ્સાને ઠાલવવો સારો રહે છે. તો આપે જાણીએ કે ગુસ્સાને ઠાલવવાથી કેવા કેવા ફાયદા થાય છે.
અમેરિકા અને રશિયાના એક અભ્યાસ અનુસાર જે લોકોને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું કહેવામાં આવ્યું ત્યારે અનેક એવા કામ કર્યા જે તે સમયે ન સમજાણા પરંતુ ગુસ્સે ઠંડો થયા બાદ પોતાની ભુલ તો અહેસાસ થયો હતો.
ઘણા બધા એવા લોકો હોય છે. જેને પોતાની સફળતા અંગે ક્ષોભ થતો હોય છે એટલે તેનો ગોલ તેની જીદ બને અને એક સફળ વ્યક્તિ બનીને બતાવે છે. તો ક્યારેક ગુસ્સામાં પણ સફળતા રહેલી હોય છે.
ગુસ્સો અને હિંસા એક સિક્કાની બે બાજુ છે જો સાચા સમયે ગુસ્સો બહાર નથી આવતો તો એ હિંસાના સ્વરુપમાં બહાર આવે છે. અને એ હિંસા ગુસ્સાનાં વિકરાળ સ્વરુપને દર્શાવો છે અને ધીમે ધીમે જે બાબત કે વ્યક્તિ પ્રત્યે ગુસ્સો હોય તેના પ્રત્યે કડવાહટ પેદા કરે છેે. અને એટલાં સુધી પહોંચે છે કે એક સમય એવો આવે છે જ્યાં એ વ્યક્તિ કે વસ્તુને ઇગ્નોર કરવા લાગો છો એટલે જ જે વ્યક્તિથી નારાજગી હોય તેને તે સમયે જ વ્યક્ત કરી દેવી જેથી સંબંધોમાં મીઠાશ જળવાઇ રહે.